બાયડમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે પોલીસની અપીલ
ઉત્તર ગુજરાતમાં કોરોના મહામારીએ તેનું વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે ઠેરઠેર સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કોરોના જાગૃતિ બાબતે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે પણ બાયડ પોલીસ મથકના સત્તાવાળાઓ દ્વારા સી એન જી રીક્ષા પર લાઉડસ્પીકર અને બેનરો લગાવી જાહેર જનતાને કોવિડ-19 ની જાગૃતિ લાવવા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને કામ વિના ઘરની બહાર ના નિકળવા અપીલ કરવામાં આવી હતી.