મેઘરજ: ખેતરમાં શોર્ટ સર્કીટથી આગ લાગતા નીલગીરીને નુકશાન
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝેરીયાવાડા ગામે અચાનક ખેડુતના ખેતરમાં ઇલેક્ટ્રીક શોર્ટ સર્કીટ થતા નીલગીરીઓના મોટાભાગના છોડવાઓને આગથી નુકશાન થતા ખેડુતને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.
મેઘરજ તાલુકામાં યુજીવીસીએલ વીજતંત્રની ઘોર બેદરકારીના કારણ તાલુકાના અનેક ગામડાઓમાં વીજતાર ઠેર ઠેર લટકતા જોવા મળી રહ્યા છે જેના કારણે તાલુકાના એનેક ગામડાઓમાં તાર ઉપર પક્ષીઓ બેસતા કે સામાન્ય પવન આવતા જુલતા વીજતારથી અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા છે
ત્યારે ઝેરીવાડા ગામે એકાએક ઈલેક્ટ્રીક શોર્ટ સર્કીટ થતા ખેડુત ર્ડો.શૈલેન્દ્રસિંહના ખેતરમાં વાવેલ આશરે ૨૫૦૦૦ થી વધુ નીલગીરી ના ઝાડ બળીને ખાખ થઇ જતાં ખેડુતને મોટુ આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવતા પડતા પર પાટા જેવી સ્થીતી નિર્માણ થઈ છે ત્યારે વીજતંત્ર ધ્વારા ખેડીતને વળતર ચુકવવાની કાર્યવાહી હાથ ધરવા માંગ ઉઠી છે.