પશ્ચિમ રેલ્વે દ્વારા 30 એપ્રિલ સુધી પ્લેટફોર્મ ટિકિટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

File Photo
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના તમામ સ્ટેશનો પર તાત્કાલિક અસરથી પ્લેટફોર્મ ટિકિટ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે 30 એપ્રિલ 2021 સુધી ચાલુ રહેશે. સ્ટેશન પ્લેટફોર્મ પર માત્ર માન્ય ટિકિટ ધારકોને જ પ્રવેશ આપવામાં આવશે.
મુસાફરોને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવા, સામાજિક અંતરને અનુસરવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અને સંબંધિત આગમન / પ્રસ્થાનોના રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કોવિડ -19 પ્રોટોકોલને અનુસરવા વિનંતી છે.