નોર્વેના પ્રધાનમંત્રીએે કોરોનાનો ભંગ કરતા દંડ લગાવવામાં આવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/The-Prime-Minister-of-Norway.jpg)
ઓસ્લા: કોરોના મહામારીની સારવાર માટે લાગૂ કરવામાં આવેલા નિયમો તોડતાં નોર્વેની પ્રધાનમંત્રી એર્ના સોલબર્ગને દંડ ભરવો પડ્યો છે. પોલીસનું કહેવું છે કે પ્રધાનમંત્રીએ કોવિડ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરતાં બર્થડે પાર્ટી આયોજિત કરવામાં આવી હતી. નોર્વે સંક્રમણના વધતા જતા કેસને લઇને વહિવટીતંત્ર એલર્ટ થઇ ગયું છે. નિયમ તોડનારાના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ૧,૦૧,૯૬૦ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
પ્રધાનમંત્રી એર્ના સોલબર્ગએ ગત મહિને પોતાના ૬૦મા જન્મદિવસના અવસર પર પરિવારના ૧૩ સભ્યો સાથે પાર્ટી કરી હતી, જ્યારે કોરોનાને જાેતાં ફક્ત ૧૦ લોકોની પરવાનગી હતી. આરોપ છે કે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. એટલા માટે પોલીસે પીએમ પર ૨૦ હજાર એટલે કે લગભગ ૧,૭૫,૬૪૮ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો.
વડાપ્રધાને એક માઉન્ટેન રિસોર્ટમાં પાર્ટી આયોજિત કરવા માટે માફી પણ માંગી હતી. સામાન્ય રીતે પોલીસ આવા કેસમાં દંડ ફટકારતી નથી, પર૬તુ જાેકે સરકારના મુખિયા તરફથી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, એટલા માટે દંડ ફટકારવામાં આવ્યો, જેથી લોકોને સંદેશ આપી શકાય કે નિયમ તોડવા પર બધા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસનું કહેવું છે કે કાયદો બધા માટે બરાબર છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર દરેક વ્યક્તિની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જાેકે જે રિસોર્ટમાં પીએમએ પાર્ટી આયોજિત કરી હતી, તેના પર પણ નિયમ તોડવાનો આરોપ છે, પરંતુ પોલીસે તેના પર કોઇ દંડ લગાવ્યો નથી. તો બીજી તરફ પ્રધાનમંત્રી કાર્યાલયે આ સંબંધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી એર્ના સોલબર્ગ વાયરસની સારવાર માટે કડક ઉપાયોની ભલામણ કરી છે.