બાંદા જેલમાં મચ્છરોની સામે મુખ્તાર અંસારી લાચાર બન્યા
લખનૌ: ઉત્તરપ્રદેશના બાહુબલીથી નેતા બનેલ મુખ્તાર અંસારી બાંદાની જેલમાં શાંતિથી સુઇ શકતા નથી જયારથી અંસારી પંજાબથી બાંદાની જેલમાં શિફટ થયા છે તેમની રાતની ઉધ હરામ થઇ ગઇ છે. તેઓ જેલમાં અનેક રાત યોગ્ય રીતે સુઇ સકયા નથી યુપીની ગરમી અને ઉપરથી મચ્છરોેએ અંસારીની રાતોની ઉંઘ હરામ કરી દીધી છે. પંજાબની જેલમાં કેટલાક વર્ષ વિતાવ્યા બાદ અંસારી હવે બાંદાની જેલમાં મચ્છરોથી ઝઝુમી રહ્યાં છે.અંસારીને ચાર દિવસ પહેલા પંજાબની જેલથી યુપીની જેલમાં શિફટ કરવામાં આવ્યા હતાં.
સુત્રોના જણાવ્યા અનુસાર બાંદા જેલમાં બે ત્રણ રાતે વિતાવી ચુકેલ અંસારીને ગરમીએ પણ પરેશાન કરી રાખ્યા છે અંસારીને ગરમી પણ શાંતિથી ઉંધ લેવા દઇ રહી નથી પંજાબની સરખામણીમાં ઉત્તરપ્રદેશમાં તાપમાન ૧૦ ડિગ્રીથી વધુ છે. આજ કારણ છે કે ૨૦૧૯થી જ પંજાબના જેલમાં બંધ મુખ્તાર અંસારીને અહીં ગરમી પણ પરેશાન કરી રહી છે.
અંસારીને એક એમ્બ્યુલન્સમાં સડક માર્ગથી પંજાબથી બાંદા જેલમાં લાવવામાં આવ્યા હતાં અંસારીની સાથે પોલીસ દળોનો મોટો કાફલો હતો જે બાહુબલીને લેવા યુપીથી પંજાબ ગયો હતો પોલીસે લગભગ ૯૦૦ કિમીની યાત્રા કરી અને ૧૬ કલાકના સરફ બાદ અંસારીને બાંદા જેલમાં શિફટ કર્યા હતાં આ સફરમાં પોલીસે ત્રણ વાર રૂટ પણ બદલ્યા હતાં.
ઉત્તરપ્રદેશ સરકારે કહ્યું હતું કે બાંદા મેડિકલ કોલેજમાં અંસારીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું જયાં કોઇ ગંભીર આરોગ્ય સમસ્યા સામે આવી નથી.અંસારી હાલ દેખરેખની વચ્ચે જેલમાં છે જયાં ડ્રોન અને સીસીટીવી કેમેરાથી તેમના પર નજર રાખવામાં આવી રહી છે. મુખ્તાર અંસારી પર હત્યા સહિત અનેક કેસ દાખલ છે. ઉત્તરપ્રદેશ સરકારે પહેલા જ કહ્યું છે કે અંસારીને કોઇ પણ વીવીઆઇપી સુવિધા આપવામાં આવશે નહીં તેમને અન્ય કેદીઓને રાખવામાં આવે છે તેવી જ રીતે રાખવામાં આવશે