Western Times News

Gujarati News

હાર્લી ડેવિડસને Rs. 5.45 લાખની બાઈક ભારતમાં લોંચ કરી

નવી દિલ્હી,  અમેરિકન બાઇક નિર્માતા હાર્લી ડેવિડસને મંગળવારે ભારતમાં બે નવી બાઇકનું અનાવરણ કર્યું હતું. તેમાંથી એક હાર્લીની પ્રથમ BS-VI ઉત્સર્જન ધોરણ અનુરૂપ બાઇક, સ્ટ્રીટ 750 10 મી એનિવર્સરી લિમિટેડ એડિશન છે, જેની કિંમત 5.47 લાખ છે. જયારે બીજી એક લાઇવવાયર નામની પ્રીમિયમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ છે, જેને ભારતના ચાર શહેર પ્રમોશન માટે લઈ જવામાં આવશે. હાર્લીએ ભારતમાં ઇલેક્ટ્રિક બાઇકને વ્યાવસાયિક રૂપે લોંચ કરવાની યોજના હજુ શેર કરી નથી.

ભારતમાં હાર્લી-ડેવિડસનનાં 10 વર્ષોની ઉજવણી કરે છે અને ફક્ત 300 યુનિટ્સ સ્ટ્રીટ 750  વેચવામાં આવશે. તેમાં 750 સીસી લિક્વિડ કૂલ્ડ ‘રિવોલ્યુશન એક્સ’ એન્જિન આપવામાં આવ્યું છે અને તે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ ABS (એબીએસ) થી સજ્જ છે.

હાર્લી-ડેવિડસન ઈન્ડિયાના એમડી સજીવ રાજાશેખરને કહ્યું કે, એપ્રિલ 2020 માં નવા ધારાધોરણના અમલીકરણથી  આગળ, બીએસ-VI અનુરૂપ મોડેલ પ્રદાન કરનારી હાર્લી ભારતની પ્રથમ મોટી પ્રીમિયમ બાઇક ઉત્પાદક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.