કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે બેઠક કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Sonia-Rahul12-1024x569.jpg)
નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીથી બેકાબૂ થતી સ્થિતિ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે શનિવારે એક મીટિંગ આયોજિત કરી હતી. વર્ચ્યુઅલ રીતે થયેલી આ મીટિંગમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી શામેલ થયા. આ ઉપરાંત આ મીટિંગમાં રાહુલ ગાંધી પણ શામેલ થયા. માહિતી મુજબ આ બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વધતા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.
આ મીટિંગમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વેક્સીન અને વેંટિલેટરની ઉપલબ્ધતા પર ચર્ચા કરી. સાથે જ કોરોના સામે લડાઈને કેવી રીતે જીતી શકાય તેના પર પણ ચર્ચા કરી. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યુ કે સોનિયા ગાંધીજીએ આ બેઠકમાં રસી, દવાઓ અને વેંટિલેટરની ઉપલબ્ધતા સહિત કોવિડ-૧૯ સામે લડવાના પ્રયાસોની સમીક્ષા કરી. આ મીટિંગમાં સૌથી વધુ પ્રાથમિકતા ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર રહી.
આ બેઠક બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીએ એક પત્ર લખ્યો છે જેમાં તેમણે એ માંગ કરી છે કે હવે દેશમાં વેક્સીનેશન દરેક વ્યક્તિ માટે શરૂ કરી દેવામાં આવે. તમને જણાવી દઈએ કે દેશમાં ૪૫ વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીન ઉપલબ્ધ કરાવાઈ રહી છે.દેશમાં કોરોના કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. દરરોજ જુના રેકોર્ડ તૂટી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોવિડના વધતા જતા કેસોને લઈને કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે. રસીકરણ વધારવા ઉપરાંત, તેમના હાથમાં નાણાં આપવી જરૂરી છે – સામાન્ય માણસના જીવન અને દેશના અર્થતંત્ર માટે. પણ અહંકારી સરકાર સારા સૂચનો સાથે એલાર્મ આપે છે! ‘