રસી લીધા બાદ દેશભરમાં ૧૮૦ લોકોના મોત, કુલ ૭૦૦ને આડઅસર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/vaccination.jpg)
Files Photo
નવીદિલ્હી: દેશભરમાં કોરોનાની રસી લીધા બાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનો આંકડો ૧૮૦ સુધી પહોંચી ગયો છે. આ આંકડા ૩૧મી માર્ચ સુધીના છે. જ્યારે ૭૫ ટકા મોત રસી લીધાના માત્ર ત્રણ દિવસમાં જ થયા છે. જાેકે તંત્રનું કહેવું છે કે રસીને અને માર્યા ગયેલા લોકોને સીધી કોઇ જ લિંક નથી.
રસી લેવાને કારણે કોઇનું મોત નિપજ્યું હોય તેવો કોઇ જ કેસ સામે નથી આવ્યો. નેશનલ એઇએફઆઇકમિટી સમક્ષ ૩૧મી માર્ચ સુધી રજુ કરાયેલા આંકડા મુજબ કોરોનાની રસી લીધા બાદ ૩૧મી માર્ચ સુધીમાં દેશભરમાં ૧૮૦ લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ રસી લીધા બાદ તેની આડ અસર થઇ રહી હોય તેવા આશરે ૭૦૦ કેસ અત્યાર સુધીમાં નોંધાઇ ચુક્યા છે.
આ આડ અસર કેવી કેવી અને કેમ થઇ રહી છે તેની વિગતો મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. હાલ કોરોનાની બે રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન આપવામાં આવી રહી છે. જેને પગલે આ બન્ને રસીની જે પણ આડ અસર સામે આવી રહી છે તેને રિવ્યૂ કરવામાં આવી રહી છે. આ આડ અસર ગંભીર અને સામાન્ય જાેવા મળી છે. જેમાં તાવ આવી જવો વગેરે સામાન્ય છે.
જાેકેે જે પણ લોકોના મોત નિપજ્યા તે રસીને કારણે જ થયા છે તેનંુ કોઇ ચોક્કસ પરીણામ સામે નથી આવ્યું. જે પણ લોકોના મોત નિપજ્યા છે તેમાંથી ૫૧ ટકા એટલે કે ૧૨૪ લોકોના મોત થવા પાછળનું એક કારણ હ્ય્યદયને મળતુ લોહી ઘટી જવું વગેરે છે. સાથે કેટલાકને હાર્ટ એટેક પણ આવ્યા છે. જ્યારે ૧૧ મોત સ્ટ્રોકને કારણે થયા છે.