Western Times News

Gujarati News

ATM થી ૬-૧૨ કલાક બાદ ફરીવખત પૈસા ઉપાડી શકાશે

પ્રતિકાત્મક

નવી દિલ્હી : એટીએમ છેતરપિંડી ને રોકવા માટે દિલ્હી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ કેટલાક સુચન કર્યા છે. કમિટીએ બે એટીએમ ટ્રાન્જેક્શન ની વચ્ચે છથછી ૧૨ કલાકનો સમય રાખવા માટેની ભલામણ કરી છે. જા આ પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવશે તો તમે નિર્ધારિત સમય ગાળાની અંદર પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકશો નહી. જા કે આ સુચન શરૂઆતી રહ્યા છે.

૧૮ બેંકોના પ્રતિનિધીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક થઇ ચુકી છે. દિલ્હી એસએલબીએસના સંયોજક અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના એમડી અને સીઇઓ મુકેશ કુમાર જૈને કહ્યુ છે કે એટીએમથી થનાર મોટા ભાગની છેતરપિડી રાતના સમય એટલે કે અડધી રાતથી લઇને વહેલી સવાર સુધી થાય છે.

આવી  સ્થિતિમાં એટીએમથી લેવડદેવગ પર એક રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આના કારણે મદદ મળી શકે છે. આ યોજના પર ગયા સપ્તાહમાં ૧૮ બેંકોના પ્રતિનિધીઓની બેઠક યોજાઇ હતી. વર્ષ ૨૦૧૮-૧૯ના ગાળા દરમિયાન દિલ્હીમાં ૧૭૯ એટીએમ ફ્રોડની ઘટના બની હતી. આ મામલે દિલ્હી, મહારાષ્ટ્રથી કેટલાક અંંતરે  સ્થિતિ  છે. વર્ષ ૨૦૧૮-૧૯માં દેશમાં ફ્રોડના મામલા ૯૮૦ સુધી પહોંચી ગયા હતા. તે પહેલા મામલાની સંખ્યા ૯૧૧ રહી હતી.

જાણકાર નિષ્ણાંતો હવે કેટલાક સુરક્ષા પાસા પર પણ ચર્ચા કરી રહ્યા છે. જેમાં પૈસા ઉપાડી લેવાના મામલે એકાઉન્ડ હોલ્ડરને એલર્ટ કરવાની બાબત સામેલ છે. ઓટીપી મોકલવાની બાબત આમાં સામેલ રહેલી છે. એટીએમની સંખ્યાને ઘટાડી દેવાના મામલે પણ ચર્ચા થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.