બાઈડનના પુત્રએ ઐયાશી પાછળ લાખો ડોલર ઊડાવ્યા
વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડનના પુત્રે ઐયાશી કરવા માટે લાખો ડોલર ઉડાવ્યા હોવાનો ઘટસ્ફોટ એક મીડિયા અહેવાલમાં કરવામાં આવ્યો છે.
એક અખબારે જાે બાઈડનના પુત્ર હંટર બાઈડેનના લેપટોપમાંથી નિષ્ણાતોની મદદ લઈને ૧ લાખ ટેક્સ્ટ મેસેજ, ૧.૫૩ લાખ મેલ અને ૨૦૦૦થી વધારે તસવીરો મેળવીને દાવો કર્યો છે કે, ૨૦૧૩ થઈ ૨૦૧૬ સુધીના સમયગાળમાં હંટરની આવક ૬ મિલિયન ડોલર કરતા વધારે હતી પરંતુ બેફામ ખર્ચાના કારણે તે દેવામાં ડુબી ગયા હતા.હંટરની સંખ્યાબંધ બિઝનેસ ડિલ રદ થઈ ગઈ હતી
તેમની સામે સરકારની તપાસ ચાલી રહી હતી.તે વખતે એક ઈ મેઈલમાં તેમણે જેલ જવાનો ડર પણ વ્યક્ત કર્યો હતો. અખબારના કહેવા પ્રમાણે તેમણે એક પોર્શેકાર, એક ઓડિ કાર, ૮૦૦૦૦ ડોલરની બોટ, રેન્જ રોવર , બીએમડબલ્યુ ગાડી સહિતની લક્ઝરી ગાડીઓ ખરીદી હતી.તેમણે લાખો ડોલર રુપજિવિનીઓ અને ક્લબમાં ડાન્સ કરતી સ્ટ્રિપર્સ પાછળ પણ ઉડાવ્યા હતા. એવી પણ જાણકારી મળી છે કે,
હંટરે યુક્રેનમાં રહેતી એક મહિલાને લવ અને સ્વીટહાર્ટના મેસેજ મોકલવા સાથે આ મહિલાની માતાના ઘરનુ ભાડૂ ચુકવવા માટે ઓફર કરી હતી.મહિલા માટે હંટરે પ્લેનની ટિકિટ પણ ખરીદી હતી.જ્યારે ડાયના પેગાનો નામની એક મહિલા પર હંટરના હોટલ રુમમાં બીજી મહિલાઓને મોકલવાનો પણ આરોપ લાગ્યો હતો.