મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા, સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે શ્રદ્ધાંજલિ
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર પૂજ્યપાદ મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી ભારતીબાપુ બ્રહ્મલીન થયા છે ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી એ દુઃખની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે ભારતી બાપુ ની સાથે અમારે છેલ્લાં ૫૦ વર્ષથી અખંડ સંબંધો રહેલા છે
તેમણે સમાજ માટે અનેક કાર્યો કરેલા છે અને ગુજરાતને વ્યસન મુક્ત બનાવવા માટે ભગીરથ ફાળો આપ્યો છે તેમના બ્રહ્મલીન થવાથી ગુજરાતના સાધુ સમાજને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. આપણે સૌ કોઈ તેમના જીવનમાંથી પ્રેરણા લઇએ અને જન સમાજની સેવા કરવામાં વધુ ને વધુ જાેડાઈએ આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમના આત્માને વધુ ને વધુ શાંતિ અર્પે. સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ