પ્રાંતિજ ના સ્વાગત સોસાયટી મા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ: એક બાજુ કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે તો બીજીબાજુ સરકાર દ્રારા ૧૦૦ ટકા કોરોના મુકત કરવાના અભિયાન અંતર્ગત વેક્સિનેશન ની કામગીરી પણ જોર સોર મા ચાલે છે ત્યારે પ્રાંતિજ ના કમાલપુર પાસે આવેલ સ્વાગત સોસાયટી ના રહીશોએ રસી નો ડોઝ લઇ ને અન્ય લોકોને રસીલેવા અનુરોધ કર્યો હતો .
કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે અને દેશ સહિત ગુજરાત મા કેસોનો રાફડો ફાટયો છે ત્યારે બીજીબાજુ સરકાર દ્રારા કોરોના સામે રક્ષણ મળે તે માટે વેક્સિનેશન કાર્યક્રમ પણ કરવામા આવી રહ્યા છે અને ઠેરઠેર લોકોને ધરે-ધરે કે સોસાયટીઓમા તથા સંસ્થાઓ સોસાયટીઓના સહયોગ દ્રારા કોરોનાની વેક્સિન આપવામા આવી રહી છે ત્યારે પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ સ્વાગત સોસાયટી ખાતે પણ વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો
જેમા સોસાયટીમા રહેતા મોટાભાગ ના લોકોએ કોરોના વેક્સિન નો ડોઝ લીધો હતો અને વેક્સિન નો ડોઝ લઇ ને અન્ય લોકોને પણ વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો તો સોસાયટી મા રહેતા રાજુભાઈ મોદી , હિતેશભાઇ મોદી , દામજીભાઇ કચ્છી , હસમુખભાઇ પટેલ સહિત સોસાયટી ના લોકો દ્રારા સુદર આયોજન કરવામા આવ્યુ હતુ અને સોસાયટી મા સોશિયલ ડીસટન સાથે સોસાયટી ના રહીશો ને રસી આપવામા આવી હતી તો આરોગ્ય કર્મચારીઓ ની કામગીરી પણ પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી .