બાયડ તાલુકાના આંબલીયારા પોલીસે આંબલીયારા ગામ માંથી વિદેશી દારૂની નાની મોટી ૮૪ બોટલ ઝડપી પાડી ..આરોપી ફરાર
રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાની વાતો વચ્ચે પરપ્રાંતમાંથી દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે વિદેશી દારૂના વેપલા અને હેરાફેરીમાં રહેલી આંધળી કમાણીને પગલે બેરોજગાર યુવાનો બુટલેગર બની રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર તવાઈ બોલવી છે બાતમીદારોને સક્રિય કરી દારૂની હેરાફેરી કરતા શખ્સોને દબોચી રહી છે બાયડ તાલુકાના ઓબલીયારા પોલીસે આંબલીયારા ગામ માંથી વિદેશી દારૂની નાની મોટી થઈ ૮૪ બોટલ ઝડપી પાડયા ની માહિતી પ્રાપ્ત થઇ છે
જ્યારે બુટલેગર ભાગી છૂટવામાં સફળ થયો છે પોલીસ સૂત્રોના પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આંબલીયારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ .ડામોર અને તેમના સ્ટાફના માણસો સાથે બાતમીના આધારે આંબલીયારા ગામના રહીશ અનિરુદ્ધસિંહ ગજેન્દ્ર સિંહ ચૌહાણ ના જુના ઘરે દરોડો પાડ્યો હતો જ્યાં પ્લાસ્ટિકની થેલીમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૮૪ જેની કિંમત રૂપિયા ૨૭૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી બુટલેગર ભાગી જવામાં સફળ રહ્યો હતો ઓબલીયારા પોલીસે ભાગવામાં સફળ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે