બાયડ ખાતે ચાલુ વર્ષે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવા વાલીઓની ઉગ્ર માંગ
કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી,શિક્ષણ વિભાગ દ્વારા ધો..૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું કેન્દ્ર બાયડ ખાતે ફાળવવા બાયડ તાલુકાના વિધાર્થીઓ અને વાલીઓની માંગ ઉગ્ર બની
બાયડ ના તેમજ આજુ બાજુના દૂરના વિસ્તાર માંથી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મોડાસા ખાતે પરીક્ષા આપવા માટે જવું પડે છે,અને અત્યારે હાલ કોરોના મહામારી ચાલી રહી છે,ત્યારે બાયડ ના વિદ્યાર્થીઓને લગભગ ૩૫ કિ.મી. જેટલું અને છેવાડા ના ગામડાના વિદ્યાર્થીઓને લગભગ ૬૦ કી.મી. જેટલું અંતર કાપીને મોડાસા ખાતે પરીક્ષા આપવા જવું પડે તેમ છે.
વાહનોમાં અપડાઉન સમયે તેમજ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા પછી વિધાર્થીઓમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ છે.જેના કારણે વિધાર્થીઓમાં તેમજ તેમના પરિવાર જનોમાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ રહેલું છે,જેથી ચાલુ વર્ષે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું કેન્દ્ર તાલુકા મથક બાયડ ખાતે ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની માંગ છે…
આ કોરોના મહામારીના સમયમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી ઓના તેમજ તેમના પરિવારજ નોના આરોગ્યના હિતને ધ્યાન માં લઈ,શિક્ષણ વિભાગ દ્વારા બાયડ ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવા બાબતે આવકાર દાયક નિર્ણય લેવામાં આવે તે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની માંગ સંતોષાય તે ખૂબ જરૂરી છે…