સર ડોનાલ્ડ બ્રેડમેનને તેમના જન્મદિવસે તમામે યાદ કર્યા
સિડની : સદીના મહાન ક્રિકેટર સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને આજે યાદ કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ બ્રેડમેનના જન્મદિવસે તમામ ક્રિકેટ ચાહકોએ તેમને યાદ કરીને તેમની સિદ્ધીઓની વાત કરી હતી. ડોન બ્રેડમેનની ૧૧૧ જ્યંતિના પ્રસંગે તમામ પૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોએ બ્રેડમેનને યાદ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના કોટામુનરામાં ૨૭મી ઓગસ્ટ ૧૯૦૮ના દિવસે જન્મેલા સર ડોનાલ્ડ બ્રેડમેને ટેસ્ટ ક્રિકેટમાં ૯૯.૯૪ રનની સરેરાશ સાથે રન બનાવ્યા હતા.
આ સરેરાશ એટલી વધારે છે કે, આજ સુધી કોઇપણ બેટ્સમેન તેની આસપાસ પણ પહોંચી શક્યા નથી. બ્રેડમેનને દ ડોન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કેટલીક વખત ભારતીય ખેલાડી સચિન તેંડુલકરની સરખામણી ડોનાલ્ડ બ્રેડમેન સાથે કરવામાં આવી હતી પરંતુ સચિન પણ બ્રેડમેન સુધી સરેરાશના મામલે પહોંચી શક્યો ન હતો.
બ્રેડમેને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ બેટિંગ સરેરાશ ૧૦૦ રન સાથે કરી હતી અને અંતિમ ટેસ્ટ મેચમાં ૧૦૦ રનની સરેરાશ સાથે રન કરવા માટે અંતિમ ઇનિંગ્સમાં માત્ર ૪ રનની જરૂર હતી પરંતુ ડોનાલ્ડ બ્રેડમેન અંતિમ ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયા હતા. લેગ સ્પીનર ઇરિક હોલિસ દ્વારા તેમને બોલ્ડ આઉટ કરવામાં આવ્યો હતો. ડોનાલ્ડ બ્રેડમેને ટેસ્ટ કેરિયરમાં ૨૯ સદી ફટકારી હતી
જેમાં ૧૨ બેવડી સદીનો સમાવેશ થાય છે. સ્થાનિક ક્રિકેટની વાત કરવામાં આવે તો બ્રેડમેને ૯૫.૧૪ રનની સરેરાશ સાથે ૨૮૦૬૭ રન બનાવ્યા હતા જેમાં હાઈસ્કોર ૪૫૨ રનનો રહ્યો હતો. સ્થાનિક ક્રિકેટ કેરિયરમાં બ્રેડમેને ૧૧૭ સદી ફટકારી હતી. તેમની કેરિયર ઉપર નજર કરવામાં આવે તો બ્રેડમેને ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ૫૨ ટેસ્ટ મેચોમાં ૬૯૯૬ રન બનાવ્યા હતા.
તેમનો હાઈસ્કોર ૩૩૪ રનનો રહ્યો હતો. સદી અને બેવડી સદી ઉપરાંત ૧૩ અડધી સદી પણ ફટકારી હતી. બોલિંગની વાત કરવામાં આવે તો બાવન ટેસ્ટ મેચોમાં બે વિકેટ લીધી હતી. ૨૫મી ફેબ્રુઆરી ૨૦૦૧ના દિવસે ક્રિકેટના સૌથી મહાન ખેલાડી ડોનાલ્ડ બ્રેડમેનનું ૯૨ વર્ષની વયે અવસાન થયું હતું. ડોન બ્રેડમેનની ૧૧૧મી જ્યંતિ છે. ફોટો ઉપર જ્યારે ક્લિક કરવામાં આવે છે
ત્યારે ડોન બ્રેડમેન સાથે જાડાયેલી સ્ટોરીના નવા પેજ ખુલે છે. ડોનાલ્ડ બ્રેડમેન સદીના સૌથી મહાન ક્રિકેટર તરીકે ગણવામાં આવે છે.ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીના રેકોર્ડના પહાડ એટલા ઉંચા છે જે કે ત્યાં સુધી કોઇ ક્રિકેટર પહોચી શકે તેમ નથી. ડોનાલ્ડ બ્રેડમેન ક્રિકેટના સૌથી મહાન ખેલાડી તરીકે રહ્યા છે.