અલ્પના બુચ અને નિધિ શાહ કોરોનાથી સંક્રમિત થયા

મુંબઈ: પોપ્યુલર ટીવી સીરિયલ અનુપમા’ને કોઈની નજર લાગી ગઈ હોય તેમ લાગે છે. પહેલા પારસ કલનાવત (સમર), રુપાલી ગાંગુલી (અનુપમા), સુધાંશું પાંડે (વનરાજ શાહ), આશિષ મેહરોત્રા (તોષુ), તસનીમ શેખ (રાખી દવે) અને હવે અલ્પના બુચ (બા) તેમજ નિધિ શાહનો (કિંજલ) કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અલ્પના બુચ અને નિધિ શાહ છેલ્લા કેટલાક દિવસથી તસનીમ શેખ સાથે શૂટિંગ કરી રહી હતી અને તેમનામાં પણ લક્ષણો દેખાયા હોવાની જાણ તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ પર કરી છે. આ અંગે વાત કરતાં અનુપમા સીરિયલના પ્રોડ્યૂસર રાજન શાહીએ જણાવ્યું કે, એક્ટ્રેસિસ અલ્પના બુચ અને નિધિ શાહ, કે જેઓ શોનો મહત્વનો ભાગ છે
તેમનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લક્ષણો દેખાયા બાદ બંનેએ મેડિકલ હેલ્પ લીઝી હતી અને પોતાના ક્વોરન્ટિન કર્યા હતા. બાદમાં બાકીની કાસ્ટ અને ક્રૂએ પણ ટેસ્ટ કરાવ્યો હતો અને પોતાને આઈસોલેટ કર્યા હતા. બીએમસીને આ અંગે જાણ કરવામાં આવી છે. તેથી તેઓ પ્રોટોકોલ પ્રમાણે સેટને સેનિટાઈઝ કરશે. અને સતત આખી ટીમના સંપર્કમાં છીએ કારણ કે તેમની હેલ્થ અમારી પ્રાથમિકતા છે. અને સુરક્ષાને વળગેલા છીએ અને આગળ પણ આ વાતનું ધ્યાન રાખીશું. રુપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે રિકવર થઈ રહ્યા છે ત્યારે તેઓ ટૂંક સમયમાં સેટ પર પાછા ફરશે તેવી શક્યતા છે.
શુક્રવારે રુપાલીનો કોવિડ-૧૯ રિપોર્ટ નેગિટિવ આવ્યો હતો. આ અંગે સૂત્રોએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ‘હા, સમાચાર સાચા છે અને રુપાલી આ વાતની અત્યંત ખુશ છે. તે આતુરતાથી ટેસ્ટ રિઝલ્ટની રાહ જાેઈ રહી હતી અને શુક્રવારે સાંજે તે હાથમાં આવ્યું હતું. રુપાલી હવે પરિવાર પાસે પાછા ફરવા અને ટૂંક સમયમાં કામ ફરીશી શરુ કરવા માટે આતુર છે. રુપાલી ગાંગુલી આવતા અઠવાડિયાથી સીરિયલનું શૂટિંગ શરુ કરશે. આ સિવાય સુધાંશુ પાંડે (વનરાજ) પણ થોડા દિવસમાં શૂટિંગ જાેઈન કરશે તેવી શક્યતા છે. રુપાલી અને સુધાંશુ સિવાય આશિષ મેહરોત્રાનો (તોષુ) પણ કોવિડ-૧૯ રિપોર્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. થોડા દિવસ પહેલા પિતા ગુમાવનાર પારસ કલનાવત પણ સેટ પર પાછો આવી ગયો છે. આશા છે સ્ક્રિપ્ટમાં હવે વધારે ફેરફાર કરવાની જરૂર નહીં પડે’.