Western Times News

Gujarati News

ગઢડા શામળાજી ગામે મેળામાં કુપોષણ પ્રદર્શન યોજાયું

(તસ્વીરઃ- હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા)
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, વર્ષો પહેલા ગઢડા શામળાજી ગામમાં તળાવના ખોદકામ કરતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ મળેલ જેની સ્થાપના કરીને મંદિરનુ નિર્માણ કરવામાં આવેલ સાક્ષાત મૂર્તિમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે અને તેથી જ જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં આજુબાજુના ૩૦થી વધુ ગામોના લોકો અને દૂર દૂરથી શ્રધ્ધાળુઓ આ મેળામાં આવે છે. આ મેળામાં સ્થાનિક લોકોનું ખૂબ જ મહત્વ છે. આ વિસ્તારમાં બાળકોમાં ખાસ કરીને છ માસ પૂર્ણ થયા હોય અને સાતમા માસમાં પ્રવેશ કર્યો હોય ત્યાંથી માંડીને ર વર્ષના બાળકોમાં કુપોષણનું પ્રમાણ જાવા મળે છે જેને ધ્યાનમાં રાખીને આ મેળામાં પોષણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ.

આ પોષણ પ્રદર્શનમાં પોસ્ટર દ્વારા ઉપરી આહારના ફાયદા સમજાવવામાં આવ્યા તેમજ લીલા પાંદડાવાળા શાકભાજી, લીલા શાકભાજી, કઠોળ, સ્થાનિક પાકતા ફળો, અનાજનુ પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ હતુ અને બહેનોને ૭ માસની શરૂઆતથી સ્તનપાનની સાથે સાથે તબક્કાવાર આપવાના ખોરાક વિશેની સમજ આપવામાં આવી હતી. પ્રદર્શનમાં શીંગદાણા અને ગોળના ઉપયોગથી પેંડા બનાવવાની રેસીપી બનાવીને બતાવવામાં આવી હતી, બાફેલા લીલા શાકભાજીનો માવો બનાવવાની પધ્ધતિ પણ બતાવવામાં આવી હતી. આ પોષણ પ્રદર્શનથી લોકોને ખૂબ જ લાભ થનાર છે. અંદાજીત ૧ર૦૦ વધુ લોકોએ પ્રદર્શનને નિહાળ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.