Western Times News

Gujarati News

લોકો ભગવાનના ભરોસે:​​​​​​​હાઈકોર્ટ

Files Photo

અમદાવાદ ગુજરાત હાઈકોર્ટનો થયેલી રીટના અનુસધાનમાં આજે સવારે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારના ઉજડો લીધો હતો અને  જણાવ્યુ હતુકે અત્યારે ગુજરાતની જનતા ભગવાન ભરોશે છે લોકોને સારુ લાગે તેવી કામગીરી કરવા તથા લગ્ન અને મરણ પ્રસગમાં 50 વ્યક્તને મંજૂરી આપવા સહીતના મહત્ત્વ પૂર્ણ નિર્દેશો આપ્યા છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે દરરોજ કથળી રહેલી પરિસ્થિતિના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાની પરિસ્થિતિ અંગે વધુ સુઓમોટો દાખલ કર્યો હતો. હાઈકોર્ટે રૂપાણી સરકારને આડેહાથે લીધી હતી. આ ઉપરાંત મહત્વના આદેશ પણ હાઈકોર્ટે આપ્યા છે.

લગ્ન અને અંતિમ વિધિ સિવાય તમામ મેળાવડા પર રોક લગાવવાનો ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે કોઇની નોકરી પર જોખમ ન આવે તે રીતે નિર્ણય લો. તમામ પ્રકારના જાહેર મેળાવડા બંધ કરવામાં આવે. ઑફિસ સ્ટાફ ઘટાડવાનું પણ હાઇકોર્ટનું સૂચન છે.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું સૂચન : પ્રાઇવેટ હોસ્પિટલ કેમ રેમડેસિવીર ઉપલબ્ધ નહીં થાય? ઝાયડસ હોસ્પિટલની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કન્ટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ટકોર, અન્ય રાજ્યમાં શુ થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી. અમને ગુજરાતથી મતલબ છે. આજે પણ સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ થઈ જાય છે.

જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે. હાઈકોર્ટની સરકારી વકીલને ટકોર : કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે? ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે. સામાન્ય લોકોને કેમ નહી?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.