નવજાેત સિઘ્ઘુને પંજાબમાં પાર્ટી સંગઠનમાં સામેલ કરવામાં આવ્યા નહીં
ચંડીગઢ: પંજાબના પૂર્વ મંત્રી નવજાેત સિહ સિધ્ધુને કોંગ્રેસમાં એક મોટા આંચકો લાગ્યો છે.રાજયમાંં કેપ્ટન અમરિંદ સિંહ સરકારમાં બીજીવાર સામેલ કરવાની આશા લગભગ સમાપ્ત થઇ ગયા બાદ હવે પાર્ટી સંગઠનમાં પણ તેમની એન્ટ્રી મળશે નહીં. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી હરીશ રાવતે છ મહીનાના પ્રયાસો છતાં પૂર્વ કેબિનેટ મંત્રી નવજાેત સિંહ સિધ્ધુની પંજાબ કોંગ્રેસમાં એન્ટ્રીની સંભાવના લગભગ ખતમ થઇ ગઇ છે.
કોંગ્રેસ હાઇકમાન્ડે ૧૫ મહિનાથી પંજાબમાં ભંગ પડેલ કાર્યકારણીની રચનાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.પ્રદેશ પ્રધાનને લઇ સ્થિતિ પણ સ્પષ્ટ થવા લાગી છે કે હવે પંજાબમાં કોઇ પરિવર્તન થવા જઇ રહ્યું નથી કારણ કે હજુ સુધી સિધ્ધુ પ્રદેશ પ્રધાન બનાવવાને લઇ મકકમ થતા આ કારણે પાર્ટી હાઇકમાન્ડે પંજાબમાં પાર્ટીની રચના કરી ન હતી.
પાર્ટી હાઇકમાન્ડે હવે જુન ૨૦૨૦માં પૂર્વ પ્રદેશ પ્રભારી આશાકુમારી તરફથી મોકલવામાં આવેલ યાદીમાં જ કાપકુપ કરી નવી કારોબારીની રચનાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસની સામે સૌથી મોટો પડકાર એ હતો કે ૨૦૨૨ની ચુંટણીને લઇ તમામ રાજનીતિક પાર્ટીથી પોતાના સંગઠનમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ પંજાબમાં જાન્યુઆરી ૨૦૨૦થી પાર્ટીનું સંગઠનાત્મક માળખુ ભંગ પડયુ હતું.
પ્રદેશની કમાન જાે કે સુશીલ જાખડની પાસે જ હતી જાખડ પણ પોતાના પ્રધાનગીને લઇ આશ્વસ્ત ન હતાં કારણ કે નવજાેત સિહ સિધ્ધુ સતત પાર્ટી હાઇકમાન્ડ પર પ્રદેશનું કમાન તેમને સોંપવાને લઇ દબાણ બનાવી રહ્યાં હતા.મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર અને પૂર્વ પ્રભારી આશા કુમારી પણ તેના માટે તૈયાર ન હતાં તેમનું કહેવુ હતું કે પાર્ટીના બે મુખ્ય પદો પર જટ્ટ શિખને બેસાડવાથી પાર્ટીને નુકસાન થઇ શકે છે મુખ્યમંત્રી અને નવજાેત સહ સિધ્ધુ જટ્ટ શિખ છે બંન્ન પટિયાલથી સંબંધ છે સિધ્ધુની પાસે સંગઠનને ચલાવવાનો અનુભવ નથી
મુખ્યમંત્રી તરફથી ઇન્કાર કરવા પછા પાર્ટી હાઇકમાન્ડ સિધ્ધુને પાર્ટીમાં એડજસ્ટ કરવાની સંભાવનાઓ શોધવાનો પ્રયાસ કર્યો હતો તેના માટે મહામંત્રી હરીશ રાવતે પ્રદેસ પ્રભારી બનાવી મોકલવામાં આવ્યા હતાં. રાવતે મુખ્યમંત્રી સાથે બેઠક કરી પરંતુ તેનું પરિણામ કોઇ આવ્યું નહીં. મુખ્યમંત્રી સિધ્ધુને કેબિનેટ મંત્રી બનાવવા તૈયાર હતાં પરંતુ પ્રદેશનું સુકાન સોંપવા તૈયાર ન હતાં
પંજાબમાં સંગઠનાત્મક માળખું ન થવાના મુદ્દે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ ઉઠાવ્યો ત્યારબાદ હવે પાર્ટી હાઇકમાન્ડમાં હલચલ શરૂ થઇ ગઇ છે. તેના માટે પાર્ટીએ તે યાદીને મહત્વ આપ્યું છે જેને પૂર્વ પ્રભારી આશાકુમારીએ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રધાન સુનીલ જાખડની સલાહ બાદ મોકલી હતી.હવે પ્રદેશ પ્રધાનને બદલવાની કોઇ સંભાવના નથીઆથી જુની યાદીમાં જ કાપકુપ કરી તેને જારી કરવામાં આવશે. હાઇકમાન્ડે પોતાના સ્તર પર સંગઠનાત્મક માળખુ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.