હરિદ્વાર મહાકુંભમાં શાહી સ્નાન, કોરોનાનાં નિયમોનું ઉલ્લંઘન કરાયું

File Photo
હરિદ્વાર: આજે હરિદ્વાર મહાકુંભનું બીજું શાહી સ્નાન કરવામાં આવ્યું હતું. શાહી સ્નાન પ્રસંગે તમામ અખાડાનાં સંતો આસ્થાની ડૂબકી લગાવી હતી જે ખુબ મોડી સાંજ સુધી ચાલી હતી. આ સાથે જ સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં હરિદ્વાર પહોંચ્યા હતાં અને શાહી સ્નાન કર્યું હતું. શાહી સ્નાન દરમિયાન કોરોના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યા. ઘણા સાધુઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાનાં નિયમનો ભંગ થતો હોવા છતા ઉત્તરાખંડ પોલીસ આ નિયમોનું પાલન કરવામાં અસમર્થ સાબિત થઇ રહી છે.
આપને જણાવી દઇએ કે, આ બધાની વચ્ચે નેપાળનાં અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર વીરસિંહ પણ હરિદ્વાર પહોંચ્યા હતાં જેમનું ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે સ્વાગત કર્યું હતું. હરિદ્વાર મહાકુંભમાં ભીડ જાેવા મળી હતી અને કોરોના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. અહીં ન તો માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું હતું.
ભીડને કારણે, કોરોના પ્રોટોકોલનાં નિયમો પણ ઘણા સ્થળોએ તૂટતા જાેવા મળ્યા હતાં. ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે અને ન કોઈ માસ્ક દેખાઇ રહ્યુ હતું. કુંભ મેળાનાં આઈજી સંજય ગુંજ્યાલ કહે છે કે, સૌ પ્રથમ શાહી સ્નાનમાં અખાડાને મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ સામાન્ય લોકોને સાંજે ૭ વાગ્યાથી શાહી સ્નાન કરવાની છૂટ આપવામાં આવી હતી.
શાહી સ્નાનનાં એક દિવસ પહેલા, ઉત્તરાખંડમાં કોરોનાનાં ભયાનક આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં, સંક્રમણનાં ૧,૩૩૩ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. વળી, દહેરાદૂનમાં ૫૮૨, હરિદ્વારમાં ૩૮૬, નૈનિતાલમાં ૧૨૨ કોરોનાનાં નવા કેસ સામે આવ્યા છે. રવિવારે હર કી પૌડી પર ટેસ્ટિંગ દરમિયાન નવ લોકો કોરોનાથી સંક્રમિત હોવાનુ સામે આવ્યુ.