આજથી ૨૫ એપ્રિલ સુધી બેંકોમાં કામકાજ થશે નહીં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/bank-scaled.jpg)
Files Photo
નવીદિલ્હી: કોરોના મહામારીએ લોકોનાં જીવન પૂરી રીતે પ્રભાવિત કર્યુ છે. આ સમયમાં લોકોને પૈસાની જરૂર સૌથી વધુ જરૂર છે, ત્યારે જાે તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કાર્ય બેંક સાથે જાેડાયેલું છે ત્યારે આવતીકાલ તા.૧૨ એપ્રિલને મંગળવારથી ઘણા દિવસો સુધી બેંકો બંધ રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેબસાઇટ અનુસાર, આ મહિને બેંક કર્મચારીઓ માટે ૯ દિવસની રજા રહેશે. ૧૩ થી ૨૫ એપ્રિલની વચ્ચે બેંકો કુલ ૮ દિવસ માટે બંધ રહેશે. તેમાંથી, ૧૩ થી ૧૬ એપ્રિલ સુધી બેંકો સતત ૪ દિવસ સુધી નહીં ખુલે. ૧૭ એપ્રિલનાં રોજ બેંકોમાં રજા રહેશે નહીં. જાે કે, શનિવાર હોવાથી, યોગ્ય રીતે કાર્ય કરશે પણ નહીં. આ પછી, ૧૮ એપ્રિલે ફરીથી રજા છે. એટલા માટે જાે તમે મુશ્કેલીથી બચવા માંગતા હોવ, તો સોમવારે જ બેંકને લગતું મહત્વનું કામ કરવું જાેઈએ.
બેંકો કયા દિવસે, કયા કારણોસર બંધ રહેશે તે જાેઇએ તો ૧૩ એપ્રિલ – મંગળવાર – ગુડી પાડવા, વૈસાખી,૧૪ એપ્રિલ – બુધવાર – આંબેડકર જયંતી,૧૫ એપ્રિલ – ગુરુવાર – બંગાળી નવું વર્ષ,૧૬ એપ્રિલ – બિહુ,૧૮-એપ્રિલ-રવિવાર,૨૧ એપ્રિલ – મંગળવાર – રામ નવમી, ૨૪ એપ્રિલ – ચોથો – શનિવાર, ૨૫ એપ્રિલ – રવિવાર – મહાવીર જયંતી ૧૩ થી ૨૫ એપ્રિલની રજાઓ રાજ્યો અનુસાર રહેશે. ગુડી પાડવાનો તહેવાર ૧૩ એપ્રિલનાં છે જ્યારે ૧૪ એપ્રિલે આંબેડકર જયંતિ છે. ૧૫ એપ્રિલ એટલે બંગાળી નવું વર્ષ છે. આ દિવસે તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેશે નહીં. જાે કે, આ દિવસ ચોક્કસપણે બંગાળમાં રજા રહેશે.