Western Times News

Gujarati News

બે વાર સ્ટીમ લેવાથી તમે કોરોના સંક્રમણથી બચી જશો?

Files Photo

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. સોમવારે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૬૮ લાખથી વધુ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સર્વાધિક કેસ છે. એક જ દિવસમાં ૯૦૪ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. સતત મ્યૂટેટ થઈ રહેલો વાયરસ, નવા સ્ટ્રેનના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. દરેક વ્યક્તિ એવી કોશિશમાં છે કે કઈ રીતે આખરે આ સંક્રમણથી બચી શકાય.

આ માટે માસ્ક લગાવવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને હાથને બરાબર ધોઈને સ્વચ્છ રાખવા ઉપરાંત પણ અનેક પ્રકારના ઉપાય કરવામાં આવી રહ્યા છે. જેમ કે ઈમ્યુનિટી મજબૂત કરવા માટે ઉકાળા પીવા, હળદરવાળું દૂધ પીવું, વ્યાયામ કરવો વગેરે. પરંતુ આ યાદીમાં વધુ એક ચીજ સામેલ થઈ છે અને તે છે સ્ટીમ લેવી. સ્ટીમ લેવાના અનેક લાભ છે તે સામાન્ય રીતે બધા જાણે છે. તાજેતરમાં ગુજરાતના એક આયુર્વેદિક ડોક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તેઓ જણાવી રહ્યા છે કે કઈ રીતે ફક્ત દિવસમાં બે વાર સ્ટીમ લેવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે. આ આયુર્વેદિક ડોક્ટરના અનુસાર ે તેમની હોસ્પિટલનો સ્ટાફ ઓછામાં ઓછો ૪૦૦૦થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યો હતો. આમ છતાં અત્યાર સુધી તેમની હોસ્પિટલના સ્ટાફનો એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ થયો નથી અને તેનું સૌથી મોટું કારણ છે હોસ્પિટલનો સ્ટાફ દિવસમાં બે વાર સ્ટીમ લે છે. તેઓ જણાવે છે કે સ્ટીમ લેવાની આ પદ્ધતિ ખુબ જ સરળ છે. તેમણે કહ્યું કે સ્ટીમ લેવા માટે સાવ સાદા પાણીનો ઉપયોગ કરી શકાય છે. જેમાં તમારે સૌ પ્રથમ નાકથી સ્ટીમ લઈને તેને શ્વાસ દ્વારા શરીરની અંદર લેવી અને ત્યારબાદ તેને મોઢા વાટે બહાર કાઢવાની હોય છે. આ પ્રક્રિયા ૧૦વાર કરવી. ત્યારબાદ બિલકુલ વિપરિત મોઢા વાટે સ્ટીમ શરીરની અંદર લો અને નાક વાટે બહાર કાઢવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.