આરાધ્યા બચ્ચન હોવાનું મહત્વ સારી રીતે સમજે છે
મુંબઈ: બચ્ચન પરિવારનો સમાવેશ બોલિવુડના જાણીતા અને પ્રતિષ્ઠિત કુટુંબોમાં થાય છે. બચ્ચન સરનેમ સાથે આવતી જવાબદારીઓ નિભાવી સરળ નથી. બચ્ચન કુટુંબના બાકીના સભ્યો પોતાની જવાબદારી સમજે છે અને વર્તન પણ એ મુજબનું જ હોય છે. પરંતુ નાનકડી આરાધ્યા પણ પોતે કયા પરિવારમાંથી આવે છે અને તે કેટલું મહત્વ ધરાવે છે તે અંગે સભાન છે.
અભિષેકે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, આરાધ્યા બચ્ચન પરિવારના વારસાને સમજે છે અને તેનામાં આ સમજણ તેની મમ્મી ઐશ્વર્યાએ સિંચી છે. ૯ વર્ષની દીકરી વિશે વાત કરતાં અભિષેકે કહ્યું, ઐશ્વર્યાએ આરાધ્યાને સમજાવ્યું છે કે તે કયા પરિવારમાંથી આવે છે. આરાધ્યા નાની હતી ત્યારથી જ ઐશ્વર્યા તેને આ વાત થોડી-થોડી કરીને સમજાવતી આવી છે.
આરાધ્યાને ખબર છે કે તેના દાદા-દાદી અને મમ્મી-પપ્પા એક્ટર્સ છે. તેનો પરિવાર સુખી-સંપન્ન છે અને પરિવારને લાખો લોકો તરફથી અઢળક પ્રેમ મળે છે. ઐશ્વર્યાએ શીખવ્યું છે કે, આરાધ્યાએ આ વાતનું માન રાખવું જાેઈએ, પ્રશંસા કરવી જાેઈએ અને આટલી સરસ જિંદગી આપી તેના માટે ઈશ્વરનો પાડ માનવો જાેઈએ. આરાધ્યા આ બધી બાબતો સાથે સહજ છે.
તે અમારી ફિલ્મો જાેવે છે અને પસંદ પણ કરે છે. આ જ ઈન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચને પોતાના ફિલ્મી કરિયર વિશે પણ વાત કરી હતી. અભિષેકે પોતાના ૨૦ વર્ષના કરિયરમાં કેટલીક યાદગાર ફિલ્મો આપી છે છતાં તેને એક નિષ્ફળ એક્ટર અને અમિતાભ બચ્ચનના દીકરા તરીકે જ જાેવામાં આવે છે. સતત ફ્લોપ જતી ફિલ્મોના કારણે એક સમય એવા આવ્યો હતો
જ્યારે અભિષેકે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનું મન બનાવ્યું હતું. એ વખતે તેના પિતાએ દીકરામાં આત્મવિશ્વાસ ફૂંક્યો હતો. અભિષેકે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, એક પબ્લિક પ્લેટફોર્મ પર ફેઈલ થવું ખૂબ મુશ્કેલ હોય છે. એ વખતે સોશિયલ મીડિયા નહોતું પરંતુ મીડિયામાં મારા વિશે ખરાબ છાપવામાં આવ્યું હતું. એક સમય એવો આવ્યો હતો જ્યારે મને લાગ્યું કે મેં મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં આવીને ભૂલ કરી દીધી છે. હું મારા પિતા પાસે ગયો હતો અને કહ્યું હતું કે, કદાચ હું ફિલ્મો માટે બન્યો જ નથી.