અભિનેત્રી રિદ્ધિમા પંડિત માતાને યાદ કરીને ભાવુક થઈ
મુંબઈ: થોડા દિવસ પહેલા કોવિડ-૧૯ના કારણે રિદ્ધિમા પંડિતની માતાનું નિધન થયું હતું. એક્ટ્રેસ હાલ આઘાતમાં છે અને સોશિયલ મીડિયા પર માતા સાથેની કેટલીક તસવીરો શેર કરીને દુઃખ અને શોક વ્યક્ત કર્યો છે. રિદ્ધિમાએ પોસ્ટમાં તેના મમ્મીના વખાણ કર્યા છે, સાથે જ ઉલ્લેખ કર્યો છે કે તે તેમને, તેમણે બનાવેલા ભોજનને અન તેમના કોલને મિસ કરવાની છે. એક્ટ્રેસનું કહેવું છે કે, તેના મમ્મી અત્યારે જ્યાં છે ત્યાં સારી જગ્યાએ છે, કારણ કે તેઓ ઘણા સમયથી કિડનીની બીમારીથી પણ પીડાતા હતા.
રિદ્ધિમા પંડિતે લખ્યું છે કે, મમ્મી-મોમઝી-છોટી બેબી દર વખતે હું તમને આ રીતે જ બોલાવતી હતી. હું તમને ખૂબ ખરાબ રીતે મિસ કરું છું, પરંતુ હું તમારી હાજરી આસપાસ અનુભવી શકું છું. તમે મને સાઈન આપતા રહો છો તમે અમારી સાથે જે યાદો છોડીને ગયા છો તેને તાજી કરી રહી છું. તમારા આખા જીવનને અમને સમર્પિત કરવા બદલ આભાર હવે હું મારા મિત્રોને નહીં કહી શકું કે, હું તમને મારા મમ્મીના હાથનું ગુજરાતી ખાવાનું મોકલી રહી છું. મેં ક્યારેય તમારી પાસેથી ખાવાનું બનાવાનું શીખ્યું નહીં,
મારા બાળકો શું ખાશે અરે રે પરંતુ મને લાગે છે કે હું બાળક છું અને મને તે વાતથી નફરત છે કે હવે મને તમારા હાથનું ખાવાનું નહીં મળે. એક્ટ્રેસે વધુમાં લખ્યું છે કે, તમારું નામ ફરીથી મારા ફોન પર જાેવા નહીં મળે. તમે દવા લીધી અથવા ઓછું ખાધું તે માટે તમારા પર બૂમો પાડવા નહીં મળે. (ભગવાન તમે તેના માટે ફેમસ હતા ભલે તમે બીમાર હતા પરંતુ મારા માટે પાંચ વર્ષ ખેંચ્યા). હું જાણું છું મમ્મી હું જાણું છું
મને ખુશી છે કે તમારો દુખાવો અને પીડાનો આખરે અંત આવ્યો છે. લવ યુ મા હંમેશા અને સદાય માટે કોઈ વધુ પીડા નહીં માત્ર ખુશી તમે શાંતિથી રહેવાના હકદાર છે. લવ યુ મારી શ્રેષ્ઠ મા. હું જાણું છું કે તમે હંમેશા મારી સાથે રહેશો. એક્ટ્રેસની પોસ્ટ પર કોમેન્ટ કરીને, હિના ખાન, પૂજા બેનર્જી, સમિતા શેટ્ટી, વાહબિઝ દોરાબજી, રાહુલ શર્મા, કુમાલ કુંદ્રા તેમજ કુણાલ કપૂર સહિતના સેલેબ્સે સાંત્વના પાઠવી હતી.