Western Times News

Gujarati News

કચ્છમાં ભારતનો પ્રથમ જીઓ પાર્ક બની શકે છે

Files Photo

કચ્છ: રણ, દરિયો અને હવાઇ સીમા ધરાવતા સરહદી ક્ચ્છ જિલ્લામાં સંશોધન ક્ષેત્રે વૈજ્ઞાનિકોને ફરી સફળતા મળી છે જેના કારણે કચ્છમાં ભારતનું પ્રથમ જીઓ પાર્ક બને તેવા ઉજળા સંજાેગો છે,ખાસ તો ૭૫ ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવતી સાઇટ્‌સ ક્ચ્છ જિલ્લામાં આવેલી છે ૨૦ વર્ષથી કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તર શાસ્ત્ર દ્વારા શોધાયેલી કચ્છની વિવિધ હેરિટેજ સાઇટ્‌સની વિગતો તાજેતરમાં ધ યુરોપિયન એસોસિયેશન ફોર કન્સર્વેશન જિઓલોજિકલ હેરિટેજના નામાંકિત જર્નલમાં પ્રકાશિત થઈ હતી.

કુદરતી ભૂસ્તરશાસ્ત્રીય સ્થળો અને ભાવિ પેઢી માટેના સ્મારકોનું રક્ષણ કરવાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કચ્છની કેટલીક જીઓસાઇટ્‌સ જુરાસિક યુગની પણ છે. જાે તેને જિયોપાર્ક જાહેર કરવામાં આવે તો તે સ્થાનિકોના આર્થિક વિકાસમાં પણ મદદ કરશે. કારણ કે, તેઓ પર્યટન સ્થળો બની શકે તેમ છે. કચ્છ યુનિવર્સિટીના અર્થ અને એનવાયરમેન્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ૭૫ સાઇટ્‌સ નવ ભૌગોલિક મથકો હેઠળ જૂથ થયેલી છે.

જે ભારતના પ્રથમ ભૌગોલિક ક્ષેત્ર તરીકે જાહેર કરી શકાય છે. આ જીઓપાર્કમાં લખપત કિલ્લો, માતાના મઢ, ધોળાવીરા, માંડવી બીચ, ભુજિયા હિલ, ગંગેશ્વર મંદિર, ગઢશીશા બોક્સાઈટ ક્ષેત્ર જેવા અનેક ભૂસ્તરીય સ્થળોનો સમાવેશ થાય છે. યુનેસ્કો દ્વારા જીઓપાર્ક પ્રોગ્રામ અંતર્ગત જિયોપાર્કને માન્યતા આપવામાં આવે છે કચ્છની અંદર સૌથી વધારે ભૌગોલિક વિવિધતા જાેવા મળે છે.

કચ્છ એ એક ભૌગોલિક અભ્યાસ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. કચ્છના ૭૫થી પણ વધારે ભૌગોલિક સ્થળોને જીઓ પાર્કમાં સમાવેશ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. વિશ્વના અનેક પૌરાણિક સ્થળ કરતાં પણ ખાસ ભૌગોલિક સ્થળો કચ્છમાં આવેલા છે. કચ્છના ભૌગોલિક સ્થળોને રક્ષિત કરીને તેનો વિકાસ કરવામાં આવે અને રોજગારી ઊભી કરવામાં આવે તેવો ઉદ્દેશ રહેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.