કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા કાર્યકાળ 31 ઓગસ્ટે પૂર્ણ
ગુજરાતના પૂર્વ નાણાંમંત્રી અને હાલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા 31 ઓગસ્ટના રોજ કર્ણાટકના રાજ્યપાલ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીને ઈલેક્ટોરલ પોલિટિક્સ ચૂંટણી લડીને રાજનીતિમાં પ્રવેશમાં એન્ટ્રી માટે પગથિયું બન્યા હતા.
વર્ષ 1980માં રાજકોટ મહાનગરપાલિકાના મેયરપદથી શરૂ થયેલી રાજકીય સફર બાદ સૌપ્રથમવાર ગુજરાતમાં બનેલી ભાજપની સરકાર તેઓ નાણાંમંત્રી બન્યા હતા. 80 વર્ષ વટાવી ચૂકેલા વજુભાઈ વાળા હવે તેમની ઉંમરના કારણે ફરીથી રાજ્યપાલ ન બને અને ગુજરાતમાં જ રહે માગતા હોવાની ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, વજુભાઈની 1 સપ્ટેમ્બર 2014ના રોજ કર્ણાટકના રાજ્યપાલ પદે નિયુક્તિ કરવામાં આવી હતી.
રાજકોટના મેયરપદ બાદ 1985માં તેઓ રાજકોટ(પશ્ચિમ) બેઠક ચૂંટણી જીતી વિધાનસભામાં પ્રવેશ કર્યો, ત્યાર પછી આ બેઠક ભાજપનો ‘અજય ગઢ’ રહી છે.2001માં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ સૌથી સલામત વિધાનસભાની બેઠકની શોધમાં હતા. આ સમયે વજુભાઈએ તેમની રાજકોટ બેઠક ખાલી કરી આપી હતી અને આ બેઠક પરથી નરેન્દ્ર મોદી પહેલી વખત વિધાનસભામાં ચૂંટાઈને આવ્યા હતા.