Western Times News

Gujarati News

રાફેલે ભારતમાં એસ્ટ્રા સાથે નવા પ્લાન્ટનું ઉદ્‌ઘાટન કર્યું

મેક ઇન ઇન્ડિયા પહેલને નિયમ મુજબ બહાલી – ભારતીય સશસ્ત્ર દળો માટે નવા સાધન માટે જંગી મૂડીરોકાણ કરાશે
અમદાવાદ,  એસ્ટ્રા માઇક્રોવેવ પ્રાઇવેટ લિમિટેડ અને ઇઝરાયેલની રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ એસ્ટ્રા રાફેલ કમ્યુનિકેશન સિસ્ટમ (એઆરસી)એ આજે તા.૨૭ ઓગસ્ટ,૨૦૧૯નાં રોજ હૈદરાબાદનાં હાર્ડવેર ટેકનોલોજી પાર્કમાં તેમની અત્યાધુનિક સુવિધાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભારતમાં ઇઝરાયેલનાં રાજદૂત મહામહિમ શ્રી રોન માલ્કાની સાથે રાજ્ય કક્ષાનાં ગૃહ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી ઉપસ્થિત હતાં.

આ સંયુક્ત સાહસની સ્થાપના ૫૧ઃ૪૯ ટકાનાં આધારે થઈ હતી, જેને સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલને સુસંગત તમામ નિયમનકારક મંજૂરી મળી છે. આ સંયુક્ત સાહસ ભારતનાં સશસ્ત્ર દળો માટે અત્યાધુનિક ટેક્ટિકલ કમ્યુનિકેશન સિસ્ટમ્સ (બીનેટ)ની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન માટે ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી અને અત્યાધુનિક ઉત્પાદન ટેકનિકમાં રોકાણ કરશે. સંયુક્ત સાહસ એએમપીએલની ટેકનોલોજીકલ ક્ષમતા અને સ્વદેશી ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે, જેની સાથે રાફેલની અત્યાધુનિક ટેકનોલોજીકલ કુશળતાનો ઉપયોગ થશે, જેથી મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામમાં ભારતીય સશસ્ત્ર દળોની જરૂરિયાતો પૂર્ણ થશે.

આ ગ્રીન ફિલ્ડ સંયુક્ત સાહસ નોંધપાત્ર પ્રમાણમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકોનું સર્જન કરશે, આયાતનું સ્થાન લેશે અને દેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવશે. ટૂંક સમયમાં એઆરસી ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની પ્રથમ કંપની છે, જે ૨૦,૦૦૦ ચોરસ ફૂટનાં વિસ્તારમાં ફેલાયેલી એની સુવિધામાં વિવિધ વેરિઅન્ટમાં અત્યાધુનિક સોફ્‌ટવેર પરિભાષિત રેડિયોનું ઉત્પાદન કરશે. એઆરસી અન્ય અત્યાધુનિક ક્ષમતાઓની વિસ્તૃત રેન્જનાં વિકાસ અને ઉત્પાદનમાં પણ સંકળાયેલી હશે, જેનો ઉદ્દેશ નવા નિકાસ બજારોમાં પ્રવેશ મેળવવાનો છે.

રાફેલનાં પ્રેસિડન્ટ અને સીઇઓ મેજર જનરલ (નિવૃત્ત) યોઆવ હાર-એવેને કહ્યું હતું કે, ભારત સાથે અમારો સહકાર વ્યૂહાત્મક છે. આ જાહેરનામાની સાથે કામગીરીમાં પણ અનેક વાર જોવા મળ્યું છે. અહીં આજે આ સુવિધાનું ઉદ્‌ઘાટન ભારતનાં પ્રધાનમંત્રીની મેક ઇન ઇન્ડિયા વ્યૂહરચના અને નીતિનાં રાફેલનાં અમલનો વધુ એક પુરાવો છે. વળી અમે ભારતીય સશસ્ત્ર દળોની જરૂરિયાતો અને આવશ્યકતાઓને ટેકો આપીએ છીએ એ પણ પ્રદર્શિત કરે છે.

એઆરસીનાં સીઓઓ બ્રિગેડિટલ રવિ હરિહરને કહ્યું હતું કે, એઆરસી એવી કંપની છે, જેણે સંરક્ષણ ક્ષેત્રમાં સંચાર ક્ષેત્રમાં નવીન વ્યવસાયની શરૂઆત કરી છે. અત્યારે અમારી પાસે ભારતીય વાયુદળને અત્યાધુનિક સોફ્‌ટવેર ડિફાઇન્ડ રેડિયો પ્રદાન કરવા માટેનાં ઓર્ડર્સ છે. અમારો આશય સંરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ માટે શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરવા સરકારી અને ખાનગી એમ બંને વ્યૂહાત્મક ક્ષેત્રમાં તમામ કંપનીઓ સાથે કામ કરવાનો છે.
એઆરસી આ કંપનીને સક્રિય કરવા માટે એસ્ટ્રા માઇક્રોવેવ અને રાફેલ એમ બંને દ્વારા પ્રદાનને સ્વીકારે છે અને અમને દેશ માટે અતિ જરૂરી સ્વદેશી સંરક્ષણ ક્ષમતામાં પ્રદાન કરવાની મંજૂરી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.