ઇટલીની કોંગ્રેસ લીડરશિપ,રશિયા ચીનની કોમ્યુનિસ્ટ,દીદીના વોટર ધુષણખોરો : અમિત શાહ
દાર્જિલિંગ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જીને બહારી કાર્ડનો જવાબ આપતા કોંગ્રેસ કમ્યુનિસ્ટ પક્ષો અને ટીએમસી પર હુમલો કર્યો છે અહીં એક રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે દીદી મને બહારી કહે છે તે વડાપ્રધાન મોદીને બહારી બતાવે છે દીદી હું તમને બતાવવું છે કે બહારી કોણ છે.કમ્યુનિસ્ટ વિચારધારા બહારી છે રશિયા અને ચીનથી આવેલ છે.
કોંગ્રેસની લીડરશિપ બહારી છે જે ઇટાલીથી આવી છે ટીએમસીની મતબેંક બહારી છે જે ઘુષણખોરો છે હકીકતમાં મમતા બેનર્જી સતત પ્રચાર દરમિયાન બાંગ્લા કાર્ડ રમે છે અને ભાજપી નેતાઓને બહારી ગણાવતા રહે છે.
દાર્જિલીગમાં દોરખા સમુદાયને લલચાવતા અમિત શાહે કહ્યું કે ભાજપ તમારા સમ્માન માટે કોઇથી પણ લડવા તૈયાર છે તેમણે ગોરખા અને નેપાળી ભાઇઓ દો કોઇ તમને ડરાવવાનો પ્રયાસ કરે છે તો ડરે નહીં. ગોરખા અને નેપાળી સમુદાયના સમ્માન માટે ભાજપે કોઇથી પણ લડી શકે છે. એલું જ નહીં તેમણે ગોરખા સમુદાયની ૧૧ જાતિઓને એસટીનો દરજજાે આપવાનું પણ વચન આપ્યું શાહે કહ્યું કે મમતા બેનર્જીને હટાવો અને ભાજપના મુખ્યમંત્રી બનાવો પાર્ટી દોરખા સમુદાયની ૧૧ જાતિઓને એસટીનો દરજજાે આપશે
૧૯૮૬ની ઘટનાને યાદ કરતા અમિત શાહે કહ્યું કે કમ્યુનિસ્ટોએ પહાડીઓ પર આગ લગાવી દીધી હતી તેમાં ૧,૨૦૦ ગોરખાઓના મોત થયા હતાં દીદીએ કંઇ કર્યું નહીં. તમામ લોકોના મોત થયા હતાં અને હજારો લોકોની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી પરંતુ તેને કેસમાં પસંદગીના લોકો પરથી એફઆઇઆરને પાછા લેવામાં આવશે ભાજપની સરકાર બન્યા બાદ ગોરખા લોકોની વિરૂધ્ધ દાખલ કેસોને એક સમાપ્તની અંદર જ પાછા લેવામાં આવશે એ યાદ રહે કે ગોરખાલેન્ડથી ભાજપને ચુંટણીમાં મોટી આશા છે પશ્ચિમ બંગાળમાં ૮ તબક્કામાં મતદાન થઇ રહ્યું છે જેમાથી અત્યાર સુધી ચાર રાઉન્ડમાં મતદાન થઇ ચુકયા છે ૨ મેના રોજ ચાર અન્ય રાજયોની સાથે જ પશ્ચિમ બંગાળની ચુંટણી પરિણામની જાહેરાત કરવામાં આવશે