બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ ડાયમંડ રિંગ દેખાડી
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, જ્યાં તે પોતાના સાથે જાેડાયેલી અપડેટ્સ શેર કરતી રહે છે. હવે, મલાાઈકા અરોરાએ બે તસવીરો શેર કરી છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ તસવીરોને જાેઈને ફેન્સ બરાબરની અટકળો લગાવી રહ્યા છે. મલાઈકાએ જે તસવીરો શેર કરી છે તેમાં તેની આંગળીમાં ડાયમંડ રિંગ દેખાઈ રહી છે.
જે બાદ ફેન્સે અટકળો લગાવવાની શરૂ કરી દીધી કે, તેણે અર્જુન કપૂર સાથે સગાઈ કરી લીધી છે. જાે કે, હકીકત કંઈક અલગ છે. મલાઈકાએ આ તસવીરો માત્ર એન્ગેજમેન્ટ રિંગ બનાવતી બ્રાન્ડના પ્રમોશન માટે શેર કરી છે. મલાઈકાએ તસવીરોની સાથે લખ્યું છે કે, ‘આ રિંગ કેટલી સ્વપ્નશીલ છે, મને તે ખૂબ હમી. ખુશી અહીંયાથી શરૂ થાય છે. જાે તમે પણ તમારા જીવનના પ્રેમને સવાલ પૂછવાના હો તો ચેક કરો. તેમની એન્ગેજમેન્ટ રિંગ અદ્દભુત છે. તમે તમારી રિંગ કસ્ટમાઈઝ્ડ પણ કરાવી શકો છો.
શું આ અદ્દભુત નથી? રિંગની ડિટેઈલ જાેવા માટે સ્વાઈપ લેફ્ટ કરો. મલાઈકા અરોરાએ તસવીરો પર જે કેપ્શન લખ્યું છે તે વાંચ્યા વગર જ ફેન્સ તેને અભિનંદન પાઠવવા લાગ્યા. એક ફેને લખ્યું છે કે, ‘અભિનંદન. તમે હંમેશાની જેમ ખૂબ ગોર્જિયસ લાગી રહ્યા છો. અર્જુન કપૂર સર સાથે તમારા ભવિષ્ય માટે બેસ્ટ ઓફ લક’. તો એક યૂઝરે પૂછ્યું કે, ‘શું તમે સગાઈ કરી લીધી?.
આ સિવાય કેટલાકે મલાઈકા અરોરાને સુંદર કહેતાં સગાઈ માટે અભિનંદન પણ પાઠવ્યા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા ૨-૩ વર્ષથી રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. બંને ઘણીવાર સાથે વેકેશન માણતા તેમજ લંચ-ડિનર ડેટ પર જતાં સ્પોટ થાય છે. આ સિવાય એકબીજા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જાે કે, બંનેએ તેમના સંબંધો વિશે ફોડ પાડ્યો નથી.