અનિતાએ અડધી રાત્રે પતિ સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો
મુંબઈ: ટેલિવિઝન એક્ટ્રેસ અનિતા હસનંદાની ગત વર્ષે પ્રેગ્નેન્સી જાહેર કરી ત્યારથી ખૂબ ચર્ચામાં છે. અનિતાએ ફેબ્રુઆરી ૨૦૨૧માં દીકરાને જન્મ આપ્યો છે. આજે (૧૪ એપ્રિલ) અનિતા પોતાનો ૪૦મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. અનિતાએ પતિ રોહિત રેડ્ડી સાથે બર્થ ડેનું મિડ નાઈટ સેલિબ્રેશન કર્યું હતું.
જેની ઝલક એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બતાવી છે. અનિતા ૪૦મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે ત્યારે તેના પતિએ આ ખાસ દિવસ યાદગાર બનાવવા તમામ તૈયારીઓ કરી દીધી હતી. રોહિત અનિતા માટે ગુલાબ લાવ્યો સાથે જ ઘર પણ લાલ અને સફેદ રંગના તેમજ પારદર્શક ફુગ્ગાથી સજાવ્યું હતું. ૪૦ લખેલા ફુગ્ગ્ગા પણ જાેવા મળે છે. બર્થ ડે ગર્લ માટે ત્રણ કેક લાવવામાં આવી હતી. અનિતાએ બર્થ ડેનો વિડીયો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.
જેમાં તેની બર્થ ડે કેક, ડેકોરેશનની સાથે અનિતા અને રોહિત એકબીજાને કિસ કરતાં જાેવા મળે છે. અનિતાએ વિડીયો શેર કરતાં લખ્યું, લોકડાઉન બર્થ ડે ૨૦૨૧. અનિતાની આ પોસ્ટ પર શિરીન મિર્ઝા, મૌની રોય, મોનાલિસા, રાજ કુંદ્રા, સ્મૃતિ ઈરાની, શ્રદ્ધા આર્યા, માહી વિજ વગેરે જેવા મિત્રો અને સેલેબ્સ સહિત ફેન્સે બર્થ ડેની શુભકામના આપી છે. અનિતાના પતિ રોહિતે પણ ખાસ વિડીયો અને તસવીર શેર કરીને પત્નીને બર્થ ડેની શુભકામના આપી છે. રોહિતે એક તસવીર શેર કરી છે
જેમાં અનિતા ઘસઘસાટ ઊંઘતી જાેવા મળે છે. રોહિતે અનિતાના ગાલ પર હેપ્પી બર્થ ડે લખ્યું છે. આ તસવીર શેર કરતાં રોહિતે લખ્યું, “મારા સપનાની યુવતી, સ્લીપિંગ બ્યૂટી અને અજાણતાં જ મારા મૂરખ જેવા દરેક પ્રેન્કનો ભાગ બની જતી વ્યક્તિ! હેપી બર્થ ડે માય લવ! રોહિતે એક વિડીયો શેર કર્યો છે.
જેમાં ફરી એકવાર તેનો રમૂજી અંદાજ જાેવા મળી રહ્યો છે. રોહિતને એક ફેને કહ્યું કે, તારી પત્નીને સૌથી રસપ્રદ રીતે બર્થ ડેની શુભકામના આપ. ત્યારે રોહિત પોતાના જ અંદાજમાં તેનો જવાબ આપતો દેખાઈ રહ્યો છે. રોહિતે વિડીયો શેર કરતાં લખ્યું, “સામાન્ય રીતે મને એફ વર્ડનો ઉપયોગ ગમતો નથી પરંતુ તું ચાળીસની થઈ છે. હેપી બર્થ ડે વાઈફી. પીએશ- હું જ્યારે કંઈ મૂર્ખામી કરું ત્યારે આ વિડીયોને યાદ કરજે.