Western Times News

Gujarati News

બાયડ બસ સ્ટેશન આગળ ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત બાઇક સવારનું મોત

બાયડ ખાતે બસ સ્ટેશન નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતાં બાઈકસવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.  બાયડ તાલુકા મથક હોવાથી અહીં કામ અર્થે લોકોની અવરજવર વધુ રહે છે. બાયડ નગરમાંથી પસાર થતો મોડાસા નડિયાદ હાઇવે ચોવીસે કલાક વાહનોથી ધમધમતો રહે છે.

આજરોજ મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ખરોડ(ક્રુષ્ણપુરા) ના રહીશ ભલાભાઇ કાંહ્યાભાઈ ભરવાડ ઉં વ. આશરે ૬૫. તેમનું પોતાનું બાઈક નંબર જીજે. ૦૯.સી.એન.૪૭૪૪ લઈને કામસર બાયડ ગયા હતા ત્યારે અચાનક માતેલા સાંઢની જેમ આવી રહેલા ટ્રકે બાઈકસવારને અડફેટે લેતા બાઈકસવારને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયા હતા.

ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં બાયડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક જવાનોએ ટ્રાફિક જામ વિખેરવા પ્રયાસ હાથ ધર્યા હતા. આ પહેલા પણ કેટલાક અકસ્માતો બાયડ બસ સ્ટેન્ડ ની આગળ થઈ ચૂક્યા છે

કેટલાક નિર્દોષ વ્યક્તિઓ તેના ભોગ બનેલા છે પરંતુ બાયડ બસ સ્ટેન્ડ ની આગળ સર્કલ બનાવવાની માંગ ઘણી વખત પ્રબળ બનેલી છે તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે જ્યારે બસ સ્ટેશન ની આગળ ત્રણ રસ્તા આવતા હોય ટ્રાફિક વ્યવસ્થા નામે પણ મીંડુ છે અને કોઈપણ જાતની  ટ્રાફિક વ્યવસ્થા જળવાતી નથી બાયડ બસ સ્ટેશન ની આગળ છાશવારે બનતા અકસ્માતો નિવારવા માટે સર્કલ જ એક વિકલ્પ માત્ર છે  અને દિવસ દરમિયાન પોલીસના જવાનો  ખડે પગે ઉભા રહી ટ્રાફિકની વ્યવસ્થા કરે તેવી માંગ પ્રબળ બની છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.