Western Times News

Gujarati News

ગોવા ફોરવર્ડ પાર્ટીએ NDAનો સાથ છોડવાની જાહેરાત કરી

પણજી: ગોવામાં ભાજપના સાથી પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટીએ એનડીએથી બહાર નિકળવાની જાહેરાત કરી છે દોઢ વર્ષ પહેલા રાજયમાં ભાજપના નેતૃત્વવાળી સરકારે તેમના કવોટાના મંત્રીઓને હટાવી દીધા હતાં ત્યારબાદથી જ બંન્ને પક્ષો વચ્ચે મતભેદ ચાલી રહ્યાં હતાં હવે ગોવા ફોરવર્ડ પાર્ટીએ રાજયની પ્રમોદ સાવંત સરકારથી એનડીએની બહાર નિકળવાનો નિર્ણય કર્યો છે પાર્ટીના વડા વિજય સરદેસાઇએ કહ્યું કે કાર્યકારી સમિતિ અને પોલિટિકલ અફેયર્સ કમિટિની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યા છે.આ સંબંમાં ગૃહમંત્રી અમિત શાહને માહિતગાર કરી દેવામાં આવ્યા છે.

વિજય સરદેસાઇએ કહ્યું કે ભાજપનું રાજય નેતૃત્વે જુલાઇ ૨૦૧૯ બાદથી જ રાજયની જનતાથી મોં ફેરવી લીધુ છે.મનોહર પારિકરજીના અસમયે નિધન બાદથી આ સ્થિતિ પેદા થઇ છે.સરદેસાઇએ કહ્યું કે ગોવાના નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નેતૃત્વમાં ભ્રષ્ટ્રાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ રાજયમાં નિર્ણય લેવાની ક્ષમતામાં નથી હકીકતમાં કોંગ્રેસનું એક જુથ ભાજપમાં સામેલ થયા બાદથી જ ભગવા પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી વચ્ચે મતભેદ પેદા થયા હતાં.

દિવંગત નેતા મનોહર પારિકરના નેતૃત્વમાં ભાજપે ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્રીવાદી ગોમાંતક પાર્ટીના નેતાઓને પણ કેબિનેટમાં સામેલ કર્યા હતાં કોંગ્રેસ ત્યારે સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી હતી પરંતુ ત્યારબાદ પણ આ બે ક્ષેત્રીય પક્ષોની મદદથી ભાજપ સત્તામાં આવી હતી જાે કે બાદમાં કોંગ્રેસના જ ૧૦ ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા અને ભાજપમાં સામેલ થઇ ગયા ત્યારબાદ ગોવા ફોરવર્ડ પાર્ટીએ ગઠબંધન સરકારથી સમર્થન પાછું લઇ લીધુ હતું જ કે બાદ પણ પાર્ટી એનડીએમાં બની રહી હતી હવે તેણે એનડીએને પણ છોડવાનો નિર્ણય લઇ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.