Western Times News

Gujarati News

પાકિસ્તાન ઉશ્કેરશે તો મોદીના નેતૃત્વમાં ભારત સૈન્ય કાર્યવાહી કરી શકે છે :અમેરિકા

વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી બાદથી જ સંબંધ સતત તનાવપૂર્ણ રહ્યાં છે યુધ્ધના મેદાનમાં અત્યાર સુધી ચાર વાર બંન્ને દેશો આમને સામને આવી ચુકયા છે. દર વખતે પાકિસ્તાનને પરાજયનો સામનો કરવો પડયો છે. આ તમામ યુધ્ધ  ઉશ્કેરવાને કારણે થયા છે. પાકિસ્તાન આતંકવાદ દ્વારા ભારતને ઉશ્કેરતુ રહે છે તેને લઇ એકવાર ફરીથી અમેરિકી ગુપ્ત રિપોર્ટમાં આશંકા વ્યકત કરવામાં આવી છે અમેરિકી ગુપ્ત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાે પાકિસ્તાન ફરીથી ભારતને ઉશ્કેરશે તો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાન આ પહેલા અનેકવાર ભારતને યુધ્ધ માટે ઉશ્કેરી ચુકયુ છે. એનુઅલ થ્રેટ અસેસમેંટ ઓફ ધ ઇટેલીજેંસ કમ્યુનિટી રિપોર્ટ ૨૦૨૧ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીની સરકાર ભારતની ગત સરકારોના કારણે શાંત રહેશે નહીં પરંતુ મોદીની સરકાર પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરવાથી ભારત ખચકાશે નહીં.

જાે કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સંભાવના ઓછી છે પરંતુ સંકટ વધુ વધી શકે છે નેશનલ ઇટેલિંજેસ(ઓડીએમ)ના નિદેશકના કાર્યાલયે એરિકી કોંગ્રેસને પોતાના વાર્ષિક થ્રેટ અસેસમેંટ રિપોર્ટમાં કહ્યું કે જાે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સામાન્ય યુધ્ધની સંભાવના નથી પરંતુ બંન્ને વચ્ચે સંકટ વધુ તીવ્ર થવાની સંભાવના છે.

અમેરિકી ગુપ્ત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છ કે ભારતે પોતાની પોલીસી બદલી લીધી છે અને ભારત હવે સહન કરવાના રસ્તાથી હટી ચુકયુ છે.મોદીના નેતૃત્વમાં ભારતની સરકાર પાકિસ્તાન પર સૈનિક કાર્યવાહી કરવાથી પીછેહટ કરશે નહીં. અમેરિકન ઇટેલીજેંસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે પરમાણુ સંપન્ન દેશો વચ્ચે તનાવની આ સ્થિતિ દુનિયા માટે ચિંતાની છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદીના નેતૃત્વવાળી ભારતની સરકાર બે વાર પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી પહેલા જ કરી ચુકી છે.

ભારતના ઇડિયન એયરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં એયરસ્ટ્રાઇક કરી હતી પાકિસ્તાની આતંકીઓ દ્વારા ૨૦૧૬માં ભારતના ઉરીમાં કરવામાં આવેલા હુમલા બાદ પણ ઇડિયન સેનાએ પાકિસ્તાનના જમીન પર ઘુસી આતંકીઓને ઠાર માર્યા હતાં. આવામાં અમેરિકન ગુપ્ત રિપોરટમાં કહેવામાં આવ્યું છે કે જાે પાકિસ્તાન ફરીથીભારતને ઉશ્કેરશે તો મોદીના નેતૃત્વવાળી સરકાર પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.