AMTS કંડકટર વિના બસો દોડાવશે
આમદાની અઠ્ઠની ખર્ચા રૂપિયા |
તમામ બસોમાં જનમિત્ર કાર્ડ માટે પોલવોલીડેટેર મશીનો લગાવ્યા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરની આગવી ઓળખ ‘લાલ બસ’ તેનું અÂસ્તત્વ ગુમાવી ચુકી છે. મ્યુનિસિપલ સતાધીશોની નબળી નીતિના પરિણામે ટ્રાન્સપોર્ટ સર્વિસ કોન્ટ્રાક્ટરો પર નિર્ભર બની ગઈ છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે સ્વ-માલિકીની કહેવાય એવી માંડ પ૦ બસો છે.
તથા કોન્ટ્રાક્ટરોના લાભાર્થે દેનિક રૂ.એક કરોડનું નુકશાન કરે છે તેમ છતાં ‘વિકાસ’ ના પોકળ દાવાને જીવંત રાખવા માટે ટ્રાન્સપોર્ટ સર્વિસની ખખડધજ બસોને ‘કંડકટર લેસ’ કરવામાં આવી છે. તદુપરાંત તમામ બસોમાં જનમિત્ર કાર્ડ માટે ખાસ મશીન લગાવવામાં આવ્ય્ છે.
એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવામાં તેની ગણના થતી હતી તે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ્નું સંપૂર્ણ ખાનગીકરણ થઈ રહ્યુ છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દૈનિક જે બસો રોડ ઉપર મુકવામાં આવે છે તે પૈકી માંડ ર૦ થી ૩૦ બસો જ સંસ્થાની હોય છે. છેલ્લા એક દાયકાથી ટ્રાન્સપોર્ટ સર્વિસ ખાનગી કોન્ટ્રાક્ટરો પર નિર્ભર છે. તથા ખોટનો ખાડો વધી રહ્યો છે.
તેમ છતાં ખર્ચામાં ઘટાડો કરવાની દિશામાં કાર્યવાહી કરવાના બદલે ખોટ વધે એવા પગલાં લેવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરે ૧ લી સપ્ટેમ્બર ર૦૧૮ થી કોર્પોરેશનની તમામ સેવા ડીઝીટલાઈઝ કરવા જાહેરાત કરી હતી. તથા તેના માટે ‘જનમિત્ર કાર્ડ’ ફરજીયાત કરવામાં આવ્યુ હતુ. કમિશ્નરના ભારતીય ચલણ’ નો સ્વીકાર ન કરવાનો નિર્ણયનો વ્યાપક વિરોધ થયા બાદ તેનો અમલ કરવામાં આવ્યો નહોતો. તેમ છતાં ‘સ્માર્ટ સીટી’ના નામે મળતી સહાય યેનકેન પ્રકારે ખર્ચ કરવા માટે ટ્રાન્સ્પોર્ટ સર્વિસની ૬૦૬ બસોમાં ‘પોલવોલીડેટેર’ લગાવવામાં આવ્યુ છે.
હાલ, પ૭૮ બસોમાં પોલવોલીડેટર લગાવવામાં આવ્ય્ છે. પ્રત્યેક બસ દીઠ બે મશીનની જરૂરીયાત રહે છે. સદ્દર મશીન જનમિત્ર કાર્ડ ધારકો માટે મુકવામાં આવ્ય્ છે. ટ્રાન્સપોર્ટ સર્વિસ તમામ ૬૦૬ બસોમાં મશીન લગાવ્યા બાદ કંડકટર લેસ’ બસની દિશામાં પ્રયાણ કરશે. જેના માટે પ્રાથમિક તબક્કે સાત રૂટ પર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાન્સ્પોર્ટ સર્વિસે રૂટ નં.૧પ/૧, ૪૦, ૬૩/૧,૪૬, ૧રપ/શટલ, ૩૪/૩ અને ૪૭ નંબરના રૂટ પર ‘કંડકટર લેસ’ નો પ્રયોગ શરૂ કર્યો છે.
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર આગમી એક મહિનામાં તમામ રૂટ પર ‘ક્ંડકટર લેસ’ બસો દોડાવવાનું આયોજન છે. જે નાગરીકો પાસે જનમિત્ર કાર્ડ ન હોય તે પ્રવાસીઓ ડ્રાવર પાસેથી ટીકીટ મેળવી શકશે. બસ બસ ડ્રાઈવરોને મીનિ એટીએેમ આપવામાં આવ્યુ છે.ે બસ ડ્રાયવરોને તેના માટે ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.
હાલ જે ઓછી આવક વાળા બસ રૂટને ‘કંડકટર લેસ’ કરવામાં આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ સર્વિસની પ૭૮ બસોમાં પોલવોલીડેટેર લગાવવામાં આવ્યા છે. પરંતુ તેનો ઉપયોગ નહીંવત છે. બસ દીઠ દૈનિક ધોરણે માંડ ૩૦ થી ૪૦ પેસેન્જર તેનો ઉપયોગ કરે છે. જે પૈકી ૯પ ટકા પેસેન્જર વિદ્યાર્થી તથા નોકરીયાત વર્ગના હોય છે. જે લોકો પાસે માસિક, ત્રિમાસિક કે છ માસિક પાસ હોય છે. જ્યારે સામાન્ય નાગરીકો ટીકીટની ખરીદી કરીને જ પ્રવાસ કરે છે.
‘કંડકટર લેસ’ બસ તથા ૧૦૦ ટકા પોલવોલીડેટેર કર્યા બાદ બહારગામથી આવનાર નાગરીકોને તકલીફ થશે. જે નાગરીકો પાસે જનમિત્ર કાર્ડ નહીં હોય તે નાગરીકો લાલ બસમાં પ્રવાસ કરશે નહીં જેના કારણે ખોટનો ખાડો વધી શકે છે.
મટ્રો ટ્રેન શરૂ થયા બાદ જાહેર પરિવહન સેવામાં સ્પર્ધા વધવાની છે એવા સમયે આ પ્રકારના પ્રયોગ કરવા હિતાવહ નથી. ટ્રાન્સપોર્ટ કમિટિ સભ્યો દ્વારા પણ ‘પોલવોલીડેટેર’નો વિરોધ કરવામાં આવી રહ્યો છે.તેમ છતાં મ્યુનિસિપલ કમિશ્નર અને ટ્રાન્સપોર્ટ મેનેજર ‘સ્માર્ટ સીટી’ ના ઓથા હેઠળ સંસ્થાને વધુ નુકશન થાય એવા પ્રયોગો કરી રહ્યા છે.
ટ્રાન્સપોર્ટ સર્વિસની સેવામાં સુધારો કરવાના બદલે માત્ર અહ્મને પોષવા માટે થઈ રહેલા પ્રયોગો તાકીદે બંધ કરવા જાઈએે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.