બ્રાઝીલમાં કોરોનાનો મારઃ અડધી વસ્તીને ભરપેટ ભોજન નસીબ થઇ રહ્યું નથી
બ્રાસીલિયા: બ્રાઝીલ ગત એક વર્ષથી કોરોના વાયરસનો કહેરથી ઝઝુમી રહ્યો છે એક વર્ષ બાદ પણ સ્થિતિ જેમની તેમજ બનેલ છે.દરરોજ લગભગ ૪૦ હજાર નવા કોરોના દર્દી મળી રહ્યાં છે અને હજારો લોકોની જાન જઇ રહ્યાં છે.કબ્રસ્તાનોમાં શબોને દફનાવવા માટે જગ્યા બચી નથી કોરોનાને કારણે બ્રાઝીલમાં મોંધવારી અને બેરોજગારી વધી રહી છે. સ્થિતિ એ છે કે લગભગ બે કરોડ લોકો બ્રાઝીલ ભુખમરીથી મરવા મજબુર છે બ્રાઝીલની અડધી વસ્તી ભરપેટ ભોજન નસીબ થઇ રહ્યું નથી
બ્રાઝીલમાં કુલ ૨૧.૧ કરોડ વસ્તી છે જ્ેમાંથી અડધાથી વધુ લોકોને યોગ્ય ભોજન નસીબ થઇ રહ્યું નથી બ્રાઝીલની અડધી વસ્તી ભુખમરીનો શિકાર છે. બ્રાઝીલના ખાદ્ય સંપ્રભુતા અને પોષણ સુરક્ષા અનુસંધાન નેટવર્કનો રિપોર્ટથી આ માહિતી સામે આવી છે.
નેટવર્કના અધ્યક્ષ રેનાટો માલુકે કહ્યું કે બ્રાઝીલના શહેરોમાં તો લોકો માર્ગ પર નિકળી ભોજન માંગી શકે છે પરંતુ ગામોની સ્થિતિ ખુબ ખરાબ છે કારણ કે અહીં માર્ગ પર ભોજન આપનારા પણ મળતા નથી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર બ્રાઝીલમાં કોરોના સંકટની વચ્ચે ભુખમરીનું કારણ છે કોવિડના કારણે વધેલી બેરોજગારી અને ખુબ વધેલા જરૂરી વસ્તુઓના ભાવ.બ્રાઝીલ ઇસ્ટિટ્યુટ ઓફ જયોગ્રાફી એન્ડ સ્ટેટિકસ અનુસાર ગત એક વર્ષમાં દેશમાં ચોખાના ભાવ ૭૦ ટકા અને ઘરેલુ ગેસના ૨૦ ટકા સુધી વધી ગયા છે.
બ્રાઝીલમાં બેરોજગારથી પરેશાન લોકો રોજગારીની શોધમાં મોટી સંખ્યામાં અમેરિકા જાય છે પરંતુ કોરોનાના કારણે તેમના માટે ત્યાં પણ મુસીબત ઉભી થઇ ગઇ છે. ત્યાં તેમને કોરોના રસી લગાવવામાં આવી રહી નથી આ લોકોની પાસે ડ્રાઇવિંગ લાઇસેંસ જેવા સ્થાનિક ઓળખપત્ર નથી અમેરિકાના ૫૦માંથી ૧૦ જ રાજયોમાં એવી લોકોને રસી લગાવવામાં આવી રહી છે.