બેંગલોરે આઇપીએલમાં સતત બીજી મેચમાં વિજય મેળવ્યો
નવી દિલ્હી: સનરાઇઝર્સ હૈદરાબાદની ચેન્નાઇ સ્ટડિયમમાં સતત પાંચમી હાર થઇ છે. રોયલ ચેલેન્જર બેંગલોરે આઇપીએલમાં સતત બીજી મેચમાં જીત મેળવી છે આ સાથે જ હૈદરાબાદની ૬ રને હાર થઇ છે. મેચમાં આરસીબીએ પહેલા બેંટીગ કરતા ૮ વિકેટ ગુમાવી ૧૪૯ રન કર્યા હતા જવાબમાં હૈદરાબાદની ટીમ ૯ વિકેટ ગુમાવીને ૧૪૩ રન કરવામાં સફળ રહી હતી.
તેની સતત બીજી હાર થઇ છે. પહેલી મેચમાં કેકેઆર સામે હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ આરસીબીની આ સતત બીજી જીત સાથે પોઇન્ટ ટેબલ પર પ્રથમ નંબર પર પહોંચી ગયું છે. આરસીબીની ટીમે સાત વર્ષ બાદ પ્રથમ બંન્ને મેચમાં જીત મેળવી છે. પહેલી મેચમાં આરસીબીએ મુંબઇને ૧૦ રને હરાવ્યું હતું. લક્ષ્યનો પીછો કરવા સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી. રીદ્ધિમાન સાહા (૧) ને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો. પ્રથમ વિકેટ ૧૩ રને પડ્યા બાદ કેપ્ટન ડેવિડ વોર્નર (૫૪ ) અને મનીષ પાંડે (૩૮) એ બીજી વિકેટ માટે ૮૩ રન જાેડ્યા અને ટીમને સારી સ્થિતિમાં લાવી. વોર્નરની આ ૪૯ મી અડધી સદી છે. આરસીબી સામે, તેણે ૯ મી વખત ૫૦ થી વધુ રન બનાવ્યા.
વોર્નરે ૩૭ બોલનો સામનો કર્યો જેમાં ચેણે ૭ ચોગ્ગા અને ૧ સિક્સ ફટકારીને ૫૪ રન કર્યા હતા. હૈદરાબાદનો સ્કોર એક સમયે ૧૬ ઓવરમાં બે વિકેટે ૧૧૫ રન હતો. છેલ્લી ૪ ઓવરમાં ટીમે જીતવા માટે ૩૫ રન બનાવાના હતા અને ૮ વિકેટ બાકી હતી. ૧૭ મી ઓવરના પહેલા બે બોલ પર ડાબોડી સ્પિનર શાહબાઝ અહેમદે જાેની બેરસ્ટો (૧૨) અને મનીષ પાંડેને આઉટ કર્યો. તે જ ઓવરના અંતિમ બોલ પર તેણે અબ્દુલ સમાદ (૦) ને આઉટ કરીને ટીમને શાનદાર વાપસી કરી હતી. આ ઓવરમાં માત્ર ૧ રન. ૧૮ મી ઓવરમાં ફક્ત ૭ રન થયા હતા
એક વિકેટ પડી હતી. ટીમે બે ઓવરમાં ૪ વિકેટ બાકી રહીને ૨૭ રન બનાવ્યા હતા. ૧૯ મી ઓવરમાં સિરાજે ૧૧ રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં ૧૬ રન બાકી હતા અને હૈદરાબાદની ૩ વિકેટ પડી હતી. હર્ષલ પટેલના પહેલા બે બોલ પર બે રન બનાવ્યા હતા. ત્રીજાે બોલ નો બોલ હતો અને તેણે એક ચોગ્ગા પણ મેળવ્યો હતો. આ રીતે, ૪ બોલમાં ૮ રન બનાવવાના હતા. આ બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ચોથા બોલ પર રાશિદ (૧૮) રન આઉટ થયો હતો.