મહિલાની મંજૂરી વગર કોન્ડોમ કાઢતા પુરૂષ પર કેસ
વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડમાં એક પુરૂષને સેક્સ દરમિયાન મહિલાને પૂછ્યા વગર કોન્ડોમ કાઢવો ભારે પડી ગયું છે. મહિલાના આરોપ પર પોલીસે આરોપી વ્યક્તિ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. ન્યૂઝીલેન્ડની કાયદાકીય ભાષામાં તેને સ્ટીલ્થિંગના રૂપમાં ઓળખવામાં આવે છે. અહેવાલ પ્રમાણે આરોપી વ્યક્તિ વેલિંગ્ટનમાં રહે છે. જાણવા મળી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડમાં આ આવા પ્રકારનો પ્રથમ મામલો છે. સ્ટીલ્થિંગ એક એવું કામ છે, જેમાં સેક્સ દરમિયાન સહમતિ વગર પુરૂષ કોન્ડોમ હટાવી દે છે.
ખાસ કરી જ્યારે મહિલા સાથે માત્ર કોન્ડોમની સાથે સંભોગ કરવા માટે સહમત હોય. આરોપી પુરૂષને આ મહિનાના અંતમાં સજા સંભળાવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ વ્યક્તિની સજાની સાથે ભવિષ્યોમાં આવા મામલા માટે મિસાલ આપવાની આશા છે. વિક્ટોરિયા યુનિવર્સિટી ઓફ વેલિંગ્ટનના ડો. સામંથા કીને એનઝેડ હેરાલ્ડ સાથે વાતચીતમાં કહ્યું કે, કોન્ડોમની સાથે કોઈ વ્યક્તિ સાથે સેક્સ કરવું તેના વગર સેક્સ કરવું બરાબર ન હોઈ શકે. સેક્સ દરમિયાન કોન્ડોમ કાઢવો તે ગતિવિધિમાં સામેલ લોકોના સ્વાસ્થ્યને જાેખમ થઈ શકે છે.
તેનાથી ન માત્ર એચઆઈવી સંક્રમણનો ખતરો થઈ શકે પરંતુ મહિના ન ઈચ્છવા છતાં ગર્ભવતી થઈ શકે છે. ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ વિરુદ્ધ યૌન અપરાધના મામલામાં ૫૦ ટકા વધારો જાેવા મળ્યો છે. યૌન હુમલા અને સંબંધિત અપરાધના રિપોર્ટ ૨૦૧૫માં ૧૫૭થી વધી ૨૦૨૦માં ૨૩૦ થઈ ગયા છે. તેમાં વેલિંગ્ટન પોલીસના કાર્યક્ષેત્રની અંદર ૪૬ ટકા વધારો થયો છે.
ન્યૂઝીલેન્ડમાં મહિલાઓ વિરુદ્ધ વધતા અપરાધને લઈને લોકો પણ પ્રદર્શન કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાની એક પ્રાઇવેટ સ્કૂલગર્લ ચેનલ કોન્ટોસે મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાને લઈને એક અભિયાન શરૂ કર્યું છે, જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન દ્વારા યૌન શોષણ અને બળાત્કારની અન્ય કહાનીઓની સાથે મહિલાઓના સંઘર્ષ વિશે જણાવવામાં આવી રહ્યું છે.