Western Times News

Gujarati News

તાઈવાનની મહિલાઓ તડકામાં બહાર નીકળતી નથી

Files Photo

તાઈવાન: દુનિયાની દરેક મહિલા સુંદર દેખાવા માંગે છે. કોઈ મહિલા માટે પોતાના ચહેરા પર વધી રહેલી ઉંમરની નિશાની એક ખરાબ સપના સમાન છે. જાેકે, સમયની સાથે ચહેરા પર ઉંમર દેખાવા જ લાગે છે. ગમે તેવી સારવાર કરાવો કે મેકઅપનો પ્રયોગ કરી લો, અમુક સમય પછી ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે જ છે. જાેકે, અમુક મહિલાઓ અમુક બ્યૂટી સર્જરી, જેમ કે બોટોક્સ અને પ્લાસ્ટિક સર્જરીથી પોતાની વધતી ઉંમર છૂપાવવાનો પ્રયાસ કરે છે. હવે તાઇવાનની મહિલાઓની સુંદરતાનું રહસ્ય સામે આવ્યું છે.

આ દેશમાં મહિલાઓની ઉંમરનો તેમના મોઢા પરથી અંદાજ નથી લગાવી શકતો. પાર્લરમાં ગયા વગર જ અહીંની મહિલાઓ હંમેશા યુવાન જ લાગે છે. તાઇવાનની મહિલાઓ ખૂબ જ સુંદર દેખાય છે. આ દેશની મહિલાઓ લાંબા સમય સુધી યુવાન રહે છે.

તેમની સુંદરતાનું રહસ્ય કોઈ બ્યૂટી પ્રોડક્ટ્‌સ નથી. તેમની સુંદરતાનું રહસ્ય કંઈક બીજું જ છે. આ દેશની છોકરીઓ શરૂઆતથી જ પોતાની ચહેરાની સુંદરતાને લઈને ખૂબ સજાગ રહે છે. અહીં મહિલાઓ તડકામાં બહાર નથી નીકળતી. તેમનું માનવું છે કે તડકામાં જવાથી ચહેરો કાળો થઈ જાય છે. તાઇવાનની મહિલાઓને તડકો બિલકુલ પસંદ નથી. ગમે તેવું કામ હોય, તેઓ તડકામાં બહાર નીકળવાનું ટાળે છે. તાઇવાનમાં એવું માનવામાં આવે છે કે તડકો ઉંમર ઘટાડે છે. આ જ કારણે અહીંની મહિલાઓ ખૂબ સુંદર છે. સાથે જ અહીંની મહિલાઓના શરીરનો બાંધો પણ સારો હોય છે. આ માટે પણ એક કારણ છે.

અહીંની મહિલાઓ રમત-ગમતમાં વિશ્વાસ ધરાવે છે. આ જ કારણ છે કે તેઓ શારીરિક રીતે પણ ખૂબ મજબૂત હોય છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ વરસાદના પાણીમાં પલળવાનું પસંદ કરે છે. જાેકે, તાઇવાનને લોકો વરસાદથી પણ દૂર રહે છે. એટલે કે તેઓ પ્રયાસ કરે છે કે વરસાદના પાણીમાં ન પલળે. ખાસ કરીને છોકરીઓને તો વરસાદના પાણીથી જાણે એલર્જી છે. તાઇવાનની એક વાત એ પણ સાચી છે કે અહીંના લોકો ખૂબ મહેનતું છે. આ જ કારણ છે કે અહીં તમને નાની ઉંમરમાં જ મીર થયેલા લોકો જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.