Western Times News

Gujarati News

કુમકુમ ભાગ્ય ફેમ રેહાના પંડિતે લક્ઝરી કાર ખરીદી

મુંબઈ: હાલ કુમકુમ ભાગ્યમાં જાેવા મળી રહેલી એક્ટ્રેસ રેહાના પંડિત પાસે સેલિબ્રિશન કરવાનું એક કારણ છે. શોમાં તે નેગેટિવ રોલ નિભાવી રહી હોવા છતાં લોકો તરફથી તેને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. એક્ટ્રેસે હાલમાં બ્રાન્ડ ન્યૂ લક્ઝરી કાર ખરીદી છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રિહાનાએ સ્ટીલ ગ્રે કલરની મિનિ કૂપર ખરીદી છે. પોતાની કમાણીમાંથી કાર ખરીદવાનાં કારણે તે ખૂબ જ ખુશ છે અને હાલ ખુશીના કારણે સાતમાં આસમાને છે. આપણી સફળતામાં સૌથી વધારે કોઈ ખુશ હોય તો તે મિત્રો.

રેહાના સાથે પણ કંઈક આવું જ થયું છે. રેહાના કરતાં પણ વધારે ખુશ તેના ફ્રેન્ડ્‌સ જાેવા મળી રહ્યા છે. રેહાનાના ક્લોઝ ફ્રેન્ડ્‌સ નિયા શર્મા, શાલિન ભનોત, રાહુલ સુધિર, અમરિન ચક્કીવાલા આ ખાસ પ્રસંગે ઉજવણી કરતાં જાેવા મળ્યા હતા. તેઓ રેહાના પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે અને તેમના સોશિયલ મીડિયા પર રેહાનાના કારની તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

શાલિન ભનોતે તેઓ નવી કાર પાસે ઉભા રહીને પોઝ આપી રહ્યા હોય તેવો વીડિયો શેર કર્યો છે. જેની સાથે તેણે લખ્યું છે કે, ‘ટોળામાં વધુ એક કિલર એન્ટ્રીએ નવી કાર ખરીદી બ્યૂટીએ બ્યૂટી ખરીદી અભિનંદન રેહાના મને તારા પર ખૂબ ગર્વ છે. આ સિવાય તેણે ફ્રેન્ડ્‌સને ટેગ પણ કર્યા છે. અમરિન ચક્કીવાલાએ પણ રેહાનાની કાર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે કાર પાસે ઉભા રહીને પોઝ આપી રહી છે. તેણે ઓરેન્જ કલરનું ટી-શર્ટ અને લૂઝ પેન્ટ પહેર્યું છે. આ સિવાય એક તસવીરમાં કારની ઝલક પણ જાેવા મળી રહી છે.

રેહાનાના ખાસ મિત્રોમાંથી એક નિયા શર્મા પણ છે. બંને જમાઈ રાજાના સમયથી મિત્રો છે. કોઈ પણ ફંક્શન હોય કે બર્થ ડે પાર્ટી તમે બંનેને ઘણીલવાર સાથે જાેઈ હશે. રેહાના ટીવી સ્ક્રીન પર નેગેટિવ રોલ કરવા માટે જાણીતી છે. તે છેલ્લા છ વર્ષથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. તે જમાઈ રાજા, ઈશ્કબાઝ તેમજ કુમકુમ ભાગ્ય જેવા લોકપ્રિય શોનો ભાગ રહી ચૂકી છે. હાલમાં તે કુમકુમ ભાગ્યમાં આલિયાનું પાત્ર ભજવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.