શર્મિલા કોરોનાના લીધે બેબી પટૌડીને જાેવા આવી શક્યાં નથી
મુંબઈ: સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા પછી કરીના કપૂર પટૌડી ખાનદાનની બેગમ બની છે. કરીના કપૂર સૈફના પરિવારના દરેક સભ્ય સાથે ઉષ્માભર્યા સંબંધો ધરાવે છે. હાલમાં જ કરીનાએ પોતાના સાસુ અને વિતેલા જમાનાના અભિનેત્રી શર્મિલા ટાગોર વિશે વાત કરી છે. એક વિડીયો ચેટમાં કરીનાએ કહ્યું કે, જ્યારે કોઈ તેને તેના સાસુ વિશે વાત કરવાનું કહે છે ત્યારે તે નર્વસ થઈ જાય છે.
કરીનાના કહેવા અનુસાર, આખી દુનિયા જાણે છે કે શર્મિલા ટાગોર ધરતી પરનાં સૌથી આકર્ષક અને જાજરમાન મહિલાઓ પૈકીના એક છે. કરીનાએ કહ્યું, મને આનંદ છે કે હું તેમને વધુ નજીકથી જાણી શકી છું. તેઓ ખૂબ પ્રેમાળ, ઉષ્માભર્યા અને કાળજી રાખનારા છે. કરીનાના કહેવા અનુસાર, શર્મિલા પોતાના સંતાનો ઉપરાંત પૌત્રો-પૌત્રી અને દોહિત્રી તેમજ પુત્રવધૂની પણ પડખે રહે છે.
કરીનાના કહેવા અનુસાર, શર્મિલા સૌને સાથે લઈને ચાલવામાં માને છે અને તે પરણીને પટૌડી પરિવારમાં આવી ત્યારથી શર્મિલા તેને ખૂબ પ્રેમ-માન આપી રહ્યા છે. કરીનાએ આ ઈન્ટરવ્યૂમાં એવો પણ ખુલાસો કર્યો કે શર્મિલા ટાગોર હજી તેમના નવજાત પૌત્રને રૂબરૂ નથી જાેઈ શક્યા અને તેનું કારણ કોરોના છે. કરીનાએ કહ્યું, આખું વર્ષ જતું રહ્યું અને અમે એકબીજા સાથે એટલો સમય નથી વિતાવી શક્યા જેટલો દર વખતે વિતાવીએ છીએ.
અમારા પરિવારમાં આવેલા નવા બાળકને તેમણે (શર્મિલા) જાેયું નથી અને અમે પણ રાહ જાેઈ રહ્યા છીએ કે ક્યારે અમે બધા સાથે સમય વિતાવી શકીએ. જણાવી દઈએ કે, કરીના કપૂર અને સૈફ અલી ખાન બે દીકરાઓના પિતા છે. કરીના-સૈફનો મોટો દીકરો સૌથી પોપ્યુલર સ્ટારકિડ પૈકીનો એક છે
અવારનવાર તેની તસવીરો વાયરલ થતી રહે છે. જાે કે, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ જન્મેલા બીજા દીકરાનો ચહેરો અને નામ હજી સુધી સૈફ-કરીનાએ દુનિયાથી છુપાવીને રાખ્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો કરીના આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે.
અગાઉ આમિર અને કરીના ૩ ઈડિયટ્સ અને ‘તલાશ’માં સાથે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત કરીના કપૂર પાસે કરણ જાેહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’ પણ છે. જાે કે, આ ફિલ્મનું શૂટિંગ હજી શરૂ નથી થયું.