Western Times News

Gujarati News

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્‌

(પ્રતિનિધિ) અમદાવાદ : રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જાવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ ૩ દિવસ ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તેની અસર જાવા મળશે.

હળવા ઝાપટાથી શહેરની હાલત બગડી ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાવના બનાવો હવે સામાન્ય બની ગયા છે. પરંતુ દર વર્ષે રસ્તામાં રીસરફેસ કરવા પાછળ કરોડોનું બજેટ ફાળવવા છતાં આ વર્ષે શહેરના મોટાભાગના રસ્તાઓની કપચીઓ ઉખડી જઈ રસ્તા ઉપર પથરાઈ જતાં વાહનચાલકોને વાહન ચલાવવામા તથા રાહદારીઓને ચાલવામાં મુશ્કેલીઓ પડી છે. ઘણી જગ્યાએ તો આવા રસ્તાઓ પર વાહનો સ્લીપ થયાના બનાવો પણ નોંધાયા છે.

રાહદારીઓ ની પણ ફરીયાદ છે કે આ ઝીણી કપચી ચંપલ કે સ્લીપરમાં ભરાઈ જતાં પગની પાનીમાં વાગે છે. ત્યારે સખ્ત દર્દ પણ થાય છે. રાજ્ય સરકારે રસ્તા રીપેર કરવા માટે મોટી રકમો ફાળવે છે અને ખાતરી આપી છે કે દિવાળી સુધીમાં રસ્તાઓ રીપેર થઈ જશે. પરંતુ મ્યુનિસિપલ તંત્રની ઉદાસીનતા લોકોને શંકા ઉપજાવી રહી છે.

સુરત,સિધ્ધપુર, હારીજ, ચાણસ્મા, મહેસાણા, તલોદ તથા સાબરકાંઠા-બનાસકાંઠા જીલ્લામાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો છે. હિંમતનગરમાં છેલ્લા ર૪ કલાકમાં ૩ ઈંચ વરસાદના સમાચાર છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી છે. ગોધરામાં પણ વહેલી સવારથી વરસાદે શરૂ થયો હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.