પંજાબમાં કોરોનાથી ૨૪ કલાકમાં ૫૮ના મોત થયા
ચંડીગઢ: પંજાબમાં કોરોનાવાયરસ ફરી એકવાર પોતાનું જાેખમી રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૪૩૪૩ લોકો કોરોના પોઝિટિવ મળ્યાં છે. જ્યારે ૫૮ લોકોનાં મોત નીપજ્યાં છે. ટ્રાઇસિટી ચંડીગઢને અડીને આવેલા મોહાલી જિલ્લામાં સૌથી વધુ ૮૬૦ નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે અમૃતસરમાં સૌથી વધુ ૧૦ લોકોના મોત નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૭૫૦ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે દર્દીઓની કુલ સંખ્યા વધીને ૨૮૫૫૭૦ થઈ છે.
બીજી તરફ, મુખ્ય સચિવ પંજાબ વિની મહાજને રાજ્યના તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગને નિર્દેશ આપ્યો કે કોવિડ પરીક્ષાનું પરિણામ ૨૪ કલાકની અંદર સંબંધિત લોકો સુધી પહોંચવું જાેઈએ. તેમણે લાયક વ્યક્તિઓને કોવિડ રસીકરણ માટે આગળ આવવા અપીલ કરી, જે કોવિડ -૧૯ ને ઝડપથી વધતા અટકાવશે.આ ઉપરાંત સરકાર દ્વારા પણ પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે રાજયમાં કરફયુની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે.લોકોને કોરોના ગાઇડલાઇનના નિયમોનું પાલન કરવા જણાવાયુ છે.