Western Times News

Gujarati News

ઘરમાં પાંચ છોડ વાવવાથી ઓક્સિજનનું સ્તર જળવાય છે

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર જાેવા મળી રહી છે અને કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા કપરા સંજાેગોમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું ખૂબ જરૂરી છે. જરૂરી કામ વગર બહાર ન નીકળવું અને સ્વાસ્થ્યપ્રદ આહારનું સેવન કરવું. કોરોનાને કારણે ઘણા લોકોએ ઘરેથી કામ શરૂ કર્યું છે. કોરોનાથી બચવા માટે ઓક્સીજન લેવલ યોગ્ય રહે તે જરૂરી છે. અહીંયા એવા છોડ વિશે જાણકારી આપવામાં આવી છે, જેને તમે સરળ રીતે ઘરમાં રાખી શકો છો,

જે હવાને ફિલ્ટર કરવાનું કાર્ય કરે છે. પર્યાવરણમાં ફેલાયેલ ઝેરીલી હવાને દૂર કરવા માટે કેટલાક છોડ ખૂબ જ કાર્યરત છે, જે ફિલ્ટરિંગ પ્લાન્ટ તરીકે ઓળખાય છે. ખંજવાળ, બળતરા, સતત સર્દી, એલર્જી અને આંખોમાં બળતરા થતી હોય તો આ છોડ તમને લાભદાયી શકે છે. આ પાંચ છોડ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એરેકા પામ એક એવો છોડ છે જે કાર્બન ડાયોક્સાઈડને તત્કાલ ઓક્સીજનમાં પરિવર્તિત કરે છે. આ છોડ એક વ્યક્તિના ખભા સુધીનો હોય છે. છોડના પાંદડાને રોજ સાફ કરવા જરૂરી છે. તથા દર ૩ થી ૪ મહિને છોડને સૂરજના પ્રકાશમાં રાખવો પડે છે. આ છોડ હવાને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે.

 

કૂંડામાં નમ માટીનો ઉપયોગ કરવો અને માટી સૂકાય એટલે છોડને પાણી આપવું. મની પ્લાન્ટ તમને ખૂબ જ સરળતાથી મળી રહે છે. આ છોડના પાંદડા ૭થી ૧૦ સેમી લાંબા હોય છે. ખૂબ જ ઓછા સૂર્ય પ્રકાશમાં પણ આ છોડ જીવિત રહી શકે છે અને કોઈ ખાલી બોટલ કે માટી વગર પણ ઉગાડી શકાય છે. મની પ્લાન્ટ કાર્બન ડાયોક્સાઈડ ગ્રહણ કરીને વાતાવરણમાં ઓક્સીજન છોડે છે. તથા આપણને શ્વાસ લેવા માટે શુદ્ધ ઓક્સીજન પ્રદાન કરે છે. એલોવેરા ઔષધીય ગુણોથી ભરપૂર છે.

આ છોડને પાણીની જરૂરિયાત ઓછી રહે છે. આ છોડના પાંદડા મજબૂત હોય છે તેને કાપવા પર અંદરથી રસ નીકળે છે. આ રસ અનેક પ્રકારની બીમારીઓ દૂર કરવામાં સહાયક છે. તમે ખૂબ સરળતાથી આ છોડને ઉગાડી શકો છો. આ છોડ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં ઉગાડી શકાય છે. આ છોડ વાતાવરણમાં ઓક્સીજન મુક્ત કરવાની સાથે અનેક પ્રકારના હાનિકારક ગેસ દૂર કરે છે. આ છોડ કમર સુધીની લંબાઈ ધરાવે છે.

આ છોડ પર સૂરજનો પ્રકાશ થોડો આવવો જાેઈએ અને વધુ પાણી આપવું જાેઈએ. દેવદાર વૃક્ષ ઘરની હવા શુદ્ધ કરે છે. ઓ છોડના પાંદડા નાના હોય છે તથા તેનું વધુ ધ્યાન રાખવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ થોડા થોડા સમયે તેની કાપ કૂપ કરવી જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.