કન્ઝ્યુમર લેપટોપ કેટેગરીમાં આસુસે નોટબુકની નવી શ્રેણી રજૂ કરી
100થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર્સ અને 3 આરઓજી સ્ટોર્સ સાથે આસુસ ગેમિંગ પીસીનો 50% અને કન્ઝ્યુમર નોટબુક સેગમેન્ટમાં 15થી 20% બજાર હિસ્સો મેળવવાનો લક્ષ્યાંક ધરાવે છે
અમદાવાદ, ભારતના અંતરીયાળ વિસ્તારો વિશ્વની જાણીતી બ્રાન્ડ્સ માટે દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશ કરવા માટે મહત્વના છે. વિશ્વની ટોચની ટેકનોલોજિકલ કંપની આસુસ દેશમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવાની યોજના જાહેર કરી છે ખાસ કરીને ટિયર-2 બજારો અને અન્ય બજારો મુખ્ય છે. આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે આસુસે નવા ઉત્પાદનો અને નવા સ્ટોર્સ શરૂ કરવાની સાથે સાથે વર્તમાન ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને વધારે મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ અંગે આસુસ ઈન્ડિયાના કન્ઝ્યુમર નોટબુક્સ અને આરઓજી બિઝનેસના વડા આર્નોલ્ડ સુએ જણાવ્યું હતું કે ભારતીય બજાર સૌથી મહત્વનું છે અને આસુસ તરીકે અમે સમગ્ર ભારતમાં અમારી હાજરી નોંધાવવા પ્રતિબદ્ધ છીએ. અમે અમારા ઉત્પાદનો અને સેવાઓને ભારતના અંતરીયાળ વિસ્તારોમાં લઈ જઈને સમગ્ર ભારતમાં પહોંચવા ઈચ્છીએ છીએ. આસુસ એક્સક્લુઝિવ અને આરઓજી સ્ટોર્સ, લાર્જ ફોર્મેટ સ્ટોર્સ, ઓનલાઈન અને ઓફલાઈન ચેનલ પાર્ટરનર્સ સાથે મેટ્રોપોલિટનમાં અમારી હાજરી ઘણી મજબૂત છે. અમે હવે ભારતના ગ્રામીણ અને અંતરીયાળ વિસ્તારોમાં પહોંચવા માટે કાર્યરત છીએ.
તાઈવાનની મોટી ઈલેક્ટ્રોનિક્સ કંપનીએ ભારતમાં તાજેતરમાં જ તેની આરઓજી ઝેપહાયરસ પરિવારની શરૂઆત કરી છે. નવી એસ-સિરીઝના લોન્ચિંગ દ્વારા વિશ્વના સૌથી પાતળા ગેમિંગ લેપટોપ સેગમેન્ટમાં પ્રીમિયમ અનુભવ મળશે. ટેકનોસેવી યુઝર્સ માટે પણ તેની ક્ષમતાને વધારવામાં આવી છે.
ગેમિંગ લેપટોપ બજારમાં આસુસ હાલમાં તેની આરઓજી અને ટીયુએફ ગેમિંગ સિરીઝ સાથે બજારનો 40% હિસ્સો ધરાવે છે. પોતાની ઓફલાઈન ફૂટપ્રિન્ટને વધારે મજબૂત બનાવતા આસુસ આ વર્ષના અંતે બજારમાં 50% હિસ્સો મેળવવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેના જ ભાગ રૂપે કંપની નજીકના ભવિષ્યમાં હૈદરાબાદમાં ચોથો રિપબ્લિક ઓફ ગેમર્સ (આરઓજી) સ્ટોર શરૂ કરવાની યોજના ધરાવે છે. વર્તમાનમાં આસુસ કોલકાતા, બેંગાલુરુ અને ભુવનેશ્વરમાં એમ ત્રણ શહેરોમાં ત્રણ આરઓજી સ્ટોર્સ ધરાવે છે. ટાયર-2 અને ટાયર-3 બજારોમાં આસુસની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પોતાના હાઈ-ગેમિંગ ઉત્પાદનો સાથે આસુસ આ બજારોમાં પોતાની હાજરી વધારે મજબૂત બનાવશે.
કન્ઝ્યુમર લેપટોપ કેટેગરીમાં આસુસે નોટબુકની નવી શ્રેણી રજૂ કરી છે જે પાતળા અને હળવા મશિન જેવા હાઈ-એન્ડ ફિચર્સ સાથેના કિંમતમાં વ્યાજબી પણ છે. હાલમાં, આસુસ બજારમાં 11.9% હિસ્સો ધરાવે છે અને 2019ના અંતમાં તેનો લક્ષ્યાંક 15થી 20% સુધી પહોંચવાનો છે. વિવોબુક કેટગરી હેઠળ આસુસ પોતાના ઉત્પાદનોની શ્રેણીને વધારીને આ લક્ષ્યાંક સુધી પહોંચવા ઈચ્છે છે.
તેમણે વધારેમાં ઉમેર્યું હતું કે પીસી ગેમિંગ માર્કેટને વિસ્તારવું તે અમારો મુખ્ય ધ્યેય છે અને અને તે અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. પીસી ગેમર્સની કોમ્યુનિટીમાં વધારો થઈ રહ્યો છે જેનાથી પીસી માર્કેટમાં આ સૌથી ઝડપથી વિકસી રહેલું સેગમેન્ટ છે. ગેમિંગ માર્કેટ ઉપરાંત અમે કન્ઝ્યુમર નોટબુક સેગમેન્ટ પર પણ ધ્યાન આપી રહ્યા છીએ. અમારા નવા સંશોધનો સાથે વિવોબુક શ્રેણી ઘણી જ સફળ રહી છે. પાતળા અને વજનમાં હળવા કન્ઝ્યુમર નોટબુક સેગમેન્ટમાં અમે માર્કેટમાં 25% હિસ્સો ધરાવીએ છીએ અને આ વર્ષના અંતમાં અમે અમારો હિસ્સો 40% સુધી પહોંચાડવા ઈચ્છીએ છીએ. આ ઉપરાંત કન્ઝ્યુમર નોટબુક સેગમેન્ટમાં અમે અમારા 11.9% માર્કેટ હિસ્સાને 15થી 20% સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ઘ છીએ.
આસુસ હાલમાં 100 રિટેલ સ્ટોર્સ ધરાવે છે અને તે તેમાં વધારો કરીને તેને 200 સ્ટોર્સ સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે. આ જ રીતે આસુસ 10,000 ડિલર્સ સુધી પહોંચીને સમગ્ર ભારતમાં પોતાની હાજરી મજબૂત બનાવવા ઈચ્છે છે.