અચાનક પાણીને બદલે નદીમાં દૂધ વહેવા લાગ્યું
યૂકે: આપે આજ સુધીમાં દૂધની નદીઓ વહેતી હોવાની કહેવત સાંભળી હશે. પરંતુ યૂકેના વેલ્સમાં રહેનારા લોકોએ તેને સાક્ષાત જાેઈ પણ લીધી. ૧૫ એપ્રિલે અચાનક વેલ્સમાં વહેતી દુલાઇસ નદીનું પાણી સફેદ થઈ ગયું. નદીમાં પાણીને બદલે દૂધ વહેતું જાેવા મળતા લોકો પણ હેરાન રહી ગયા. હકીકતમાં નદીની પાસે જ એક દુર્ઘટનામાં દૂધથી ભરેલી ટ્રક પલટી ગઈ, જેના કારણે ટ્રકના ટેન્કરમાં ભરેલું બધું જ દૂધ નદીમાં વહી ગયું. તેનાથી નદીનું પાણી સફેદ થઈ ગયું. સોશિયલ મીડિયા પર યુકેના આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ૧૫ એપ્રિલની સાંજે ઝ્રટ્ઠદ્બિટ્ઠિંરીહજરૈિીમાં દૂધથી ભરેલી એક ટ્રક પલટી ગઈ.
તેનાથી દરેક સ્થળે દૂધ ઢોળાઈ ગયું. આ દૂધ નદીમાં જઈને ભળી થયું જેના કારણે આખી નદીનું પાણી સફેદ થઈ ગયું. નેચરલ રિસોર્સિસ વેલ્સએ દૂધની ક્વોલિટી વિશે કંઈ પણ નથી કહ્યું. જાેકે આ કારણથી નદીનું પાણી સફેદ થયું હતું, જે કન્ફર્મ કરી દીધું છે.
દુલાઇસ નદીનું સફેદ થયેલું પાણી ઘણા અંતર સુધી વહેતું રહ્યું. લોકો હેરાન હતા કે નદીનું પાણી સફેદ કેવી રીતે થઈ ગયું. લોકો ડોલ અને અનેક પ્રકારના વાસણો લઈને દૂધ ભરતા જાેવા મળ્યા. પરંતુ તેની ક્વોલિટીને લઈ શંકા ઊભી થયેલી છે. અનેક લોકોએ પહેલા આ ઘટનાને ચમત્કાર ગણાવી. જાેકે બાદમાં નદીનું પાણી સફેદ કેમ થયું તેનું કારણ સમજમાં આવી ગયું.