મુંબઇમાં લોકડાઉન થતા પતિ સાથે દીપિકા પિયર પહોંચી
મુંબઈ: મહારાષ્ટ્રમાં ફરીથી કોરોનાનાં કેસીસમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ૧૪ એપ્રિલ (રાત્રે ૮ વાગ્યા)થી ૧ મે (સવારે ૭ સુધી) કર્ફ્યૂની જાહેરાત કરી દીધી છે. આખા રાજ્યમાં ૧૪૪ની કલમ લાગૂ કરી દેવામાં આવી છે. એવામાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બેંગલુરુ જવા રવાના થઇ ગયા છે. આ વખતે લોકડાઉનમાં દીપિકા પાદુકોણ પતિની સાથે પિયર ચાલી ગઇ છે.
દીપિકાનો પરિવાર બેંગલુરુમાં રહે છે અને તે આ રજાઓનાં ૧૫ દિવસ માતા પિતા સાથે વિતાવશે. દીપિકા અને રણવીર એરપોર્ટ પર સ્પોટ થયા હતાં જ્યાં બેનેએ એક સરખાં કપડાં પહેર્યા હતાં. બંનેનું ટિ્વનિંગ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું હતું. ડેનિમ લૂકમાં બંને સુંદર લાગતા હતાં. રણવીર અને દીપિકાએ ડેનિમ જેકેટની અંદર વ્હાઇટ શર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર અને દીપિકા એક સાથે ફિલ્મ ૮૩ માં નજર આવશે. જે બનીને તૈયાર છે.
૪ જૂનનાં તે રિલીઝ થઇ શકે છે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનાં પાત્રમાં છે તો તેની પત્ની રોમી દેવનો રોલ દીપિકા પાદુકોણ અદા કરશે. આ ઉપરાંત દીપિકા રોહિત શેટ્ટીનાં નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘સર્કસ’માં રણવીર સિંહની સાથે એક સ્પેશલ ડાન્સ નંબર કરતી નજર આવશે. આ સોન્ગનું શૂટિંગ પણ પૂર્ણ થઇ ગયુ છે.