રિયલ લાઈફમાં અનુપમા માટે મા બનવું કપરું રહ્યું
મુંબઈ: રૂપાલી ગાંગુલી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓ પૈકીની એક છે. રૂપાલી હાલ પોપ્યુલર ટીવી શો ‘અનુપમા’માં લીડ રોલમાં જાેવા મળે છે. સીરિયલમાં તો રૂપાલી ત્રણ સંતાનોની મા છે પરંતુ અસલ જિંદગીમાં રૂપાલીને માતૃત્વ ધારણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રૂપાલીએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ બાબતનો ખુલાસો કર્યો છે. રૂપાલીએ પોતાના દીકરાના જન્મને ચમત્કાર સમાન ગણાવ્યો છે. તેણે ઈન્ટરવ્યૂમાં કહ્યું, મને થાઈરોડની ગંભીર સમસ્યા હતી
જેના કારણે મારા ફર્ટિલિટી કાઉન્ટ ઘટી ગયા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે મેં ઘણાં ડૉક્ટરોને ત્યાં ધક્કા ખાધા હતા. મારા માટે મારો દીકરો ચમત્કારથી કમ નથી. દીકરાના જન્મ બાદ રૂપાલીએ બ્રેક લીધો હતો. આ વિશે વાત કરતાં તેણે કહ્યું, મારું સપનું હતું કે લગ્ન કરવા અને બાળકને જન્મ આપવો. આ જ મારા જીવનનું લક્ષ્ય હતું. મા નહીં બની શકો, બાળક મુશ્કેલ છે
જેવી બાબતોને સાંભળ્યા અને અનુભવ્યા પછી છેવટે હું મા બની હતી. આટલી મુશ્કેલીઓ વેઠ્યા પછી હું મા બની ત્યારે હું મારા જીવનમાં બીજું કશું જ કરવા નહોતી માગતી. મારા દીકરાના જન્મ પછી હું એક્ટિંગને મિસ પણ નહોતી કરતી. જાે ‘અનુપમા’ શો ન મળ્યો હોત તો મારો બ્રેક હજી વધુ લાંબો ખેંચાયો હોત. જણાવી દઈએ કે, ૨૦૧૩માં સીરિયલ પરવરિશ બંધ થયા પછી રૂપાલી ગાંગુલી ‘સારાભાઈ વેસ સારાભાઈની બીજી સીઝનમાં જાેવા મળી હતી.
૨૦૧૭માં આવેલી બીજી સીઝનના ૧૦ એપિસોડ હતા. ત્યારબાદ રૂપાલી હાલ અનુપમામાં લીડ રોલ કરતી જાેવા મળે છે. હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રૂપાલી ગાંગુલી પણ ઝપેટમાં આવી હતી અને થોડા દિવસ પહેલા જ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રૂપાલીએ પોતાનો બર્થ ડે પણ ક્વોરન્ટીનમાં રહીને ઉજવ્યો હતો. રૂપાલી પોતાના બીજા ઘરે ક્વોરન્ટીન થઈ હતી ત્યાં બહાર તેનો પરિવાર કેક સાથે પહોંચ્યો હતો. રૂપાલીના બદલે તેના દીકરાએ કેક કાપી હતી અને પપ્પા તેમજ મામાને ખવડાવી હતી.