પ્રાંતિજ નગરપાલિકા દ્રારા સોસાયટી વિસ્તારોમા સેનીટાઇઝર કરવામા આવ્યુ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા કોરોના ના કેસોમા દિવસે ને દિવસે ધડખમ વધારો થતા પ્રાંતિજ પાલિકા દ્રારા પણ પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો મા સેનીટાઇઝર કરવામા આવી રહ્યુ છે ત્યારે પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સોસાયટીઓમા પણ પ્રાંતિજ પાલિકા દ્રારા રાત્રી દરમ્યાન સેનીટાઇઝર કરવામા આવ્યુ હતુ
ત્યારે હાલ ગુજરાત સહિત જિલ્લામા અને પ્રાંતિજ તાલુકા મા કોરોના એ ધર કરી બેઠતા ધરે-ધરે કોરોના વાયરસ ના સંક્રમિત કેસો જોવા મળી રહ્યા છે ત્યારે પ્રાંતિજ પાલિકા દ્રારા પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો સહિત સોસાયટીઓ મા વધુ પડતા કેસો ને લઈ ને પ્રાંતિજ ના સમગ્ર વિસ્તારો મા સોસાયટીઓ મા સેનીટાઇઝ કરવામા આવ્યુ હતુ જેમા જીતુભાઇ ની આગેવાની હેઠળ રાજુભાઇ , પંકજ ભાઇ સહિત ની ટીમ દ્રારા સુદર કામગીરી કરવામા આવી રહી છે અને દરેક વિસ્તારો સેનીટાઇઝર કરવામા આવી રહ્યા છે .