Western Times News

Gujarati News

રિલાયન્સ જિયોએ જૂન ક્વાર્ટરમાં એરટેલ, વોડાફોન આઇડિયા કરતાં વધારે કમાણી કરી

નવી દિલ્હી28 ઓગસ્ટઃ ટેલીકોમ નિયામક સંસ્થા ટ્રાઇએ જાહેર કરેલા લેટેસ્ટ નાણાકીય આંકડાં મુજબ, ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલથી જૂનનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવકની દ્રષ્ટિએ મુંબઈ અંબાણી સંચાલિત રિલાયન્સ જિયોએ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને પાછળ પાડી દીધી છે. એટલું જ નહીં કંપનીએ વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર ચાલુ વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 10,900 કરોડની કમાણી કરીને ટેલીકોમ સેવાઓમાંથી સૌથી વધુ કમાણી કરનારી કંપની એટલે કે નંબર 1 ઓપરેટર બની ગઈ છે.

ટ્રાઇનાં જણાવ્યાં મુજબ, એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાની ટેલીકોમ સેવાઓમાંથી એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (એજીઆર) અનુક્રમે રૂ. 10,701.5 કરોડ અને રૂ. 9,808.92 કરોડ હતી.

આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝે એનાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “રિલાયન્સ જિયોની એજીઆર (એનએલડી સહિત) વાર્ષિક ધોરણે 9 ટકા વધીને રૂ. 10,900 કરોડ થઈ હતી અને આ રીતે આવકની દ્રષ્ટિએ નંબર 1 ઓપરેટર બની ગઈ છે. ત્રિમાસિક ધોરણે આવકમાં 5.2 ટકાની વૃદ્ધિની સરખામણીમાં એજીઆરમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે, જે માટે ઇન્ટરકનેક્ટ યુઝેજ ચાર્જીસ પર નુકસાનમાં ઘટાડો જવાબદાર છે. આ ઘટાડો ઓછી સુલભતા અને રોમિંગ ચાર્જીમાં જોવા મળે છે.” આ રીતે રિલાયન્સ જિયો ટેલીકોમ સેવાઓમાંથી એજીઆરનો 31.7 ટકા બજારહિસ્સો ધરાવે છે. આ દ્રષ્ટિએ ભારતી એરટેલે 30 ટકા બજારહિસ્સો જાળવી રાખ્યો છે, ત્યારે વોડાફોન આઇડિયાનો બજારહિસ્સો ઘટીને 28.1 ટકા થયો છે એવી જાણકારી આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝે આપી હતી.

ઉદ્યોગનાં એજીઆર રિપોર્ટ કાર્ડ પર આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝે જણાવ્યું હતું કે, આ વૃદ્ધિ વિસ્તૃત આધાર ધરાવે છે, જેમાં એકમાત્ર મુંબઈ સર્કલની એજીઆરમાં ઘટાડો થયો છે (વાર્ષિક ધોરણે 8 ટકાનો ઘટાડો) અને રાજસ્થાન સર્કલે એજીઆરમાં વાર્ષિક ધોરણે 28.5 ટકાની સૌથી વધુ કરી છે અને એની એજીઆર રૂ. 1,500 કરોડ થઈ છે.

ઉદ્યોગનાં સમીક્ષકોએ નોંધ્યું હતું કે, એજીઆરની દ્રષ્ટિએ જિયો 14 સર્કલમાં, એરટેલ ત્રણ સર્કલમાં અને વોડાફોન આઇડિયા 5 સર્કલમાં નંબર 1 હતી. આ જ ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ જિયો દેશમાં 33.13 કરોડ સબસ્ક્રાઇબર સાથે સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ હતી, જેણે વોડાફોન આઇડિયાને પાછળ પાડી દીધી છે. વોડાફોન આઇડિયા જૂન, 2019નાં અંતે 32 કરોડ સબસ્ક્રાઇબર ધરાવતી હતી. આરઆઈએલનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ ચાલુ મહિનાની શરૂઆતમાં કંપનીની એજીએમમાં જણાવ્યું હતું કે, જિયો અત્યારે 34 કરોડ મોબાઇલ સબસ્ક્રાઇબર ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયો કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર નંબર 1 ઓપરટેર બની ગઈ છે, જેણે સપ્ટેમ્બર, 2016માં અભૂતપૂર્વ વોઇસ અને ડેટા ઓફરો રજૂ કરીને અતિ સ્પર્ધાત્મક ટેલીકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એની સરખામણીમાં ભારતી એરટેલે વર્ષ 1995માં એની કામગીરી શરૂ કરી હતી, તો વોડાફોન આઇડિયા ગયા વર્ષે ઓગસ્ટમાં વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરનાં મર્જર પછી અસ્તિત્વમાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.