અરવલ્લી એસીબીએ ૬.૫૧ લાખની બિનહીસાબી રોકડ સાથે ઝડપાયેલા ૪ સેલટેક્ષ ઇન્સ્પેક્ટર સામે ભ્રષ્ટાચારનો ગુન્હો નોંધ્યો
અરવલ્લી એસીબી ટીમે ગુજરાત-રાજસ્થાન બોર્ડરે રાજયની હદમાં આવેલા રતનપુર નજીકની સેલટેક્ષ કચેરીમાં ફરજ બજાવતા રાજયવેરા નિરીક્ષક અધિકારી મહેન્દ્રભાઈ એમ.પ્રજાપતિ,વિશ્વાનંદ કે.જાદવ,હાર્દિક ડી.લાંબા અને રોહિત જી.ત્રિવેદી પાસે રહેલી કારમાંથી ૬.૫૧ લાખ બીન હિસાબી રોકડ સાથે ઝડપી લીધા હતા અને તેમની અટક કરવાની સાથે ચારેય ઇન્સ્પેક્ટરોના ગાંધીનગર,અમદાવાદ અને રાજકોટ ખાતે આવેલા રહેણાંક મકાનોમાં એસીબીની જુદી-જુદી ટીમે ત્રાટકી સર્ચ ઓપેરેશન હાથધર્યું હતું અરવલ્લી એસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
અરવલ્લી એસીબી પીઆઈ સી.ડી. વણઝારાએ ચારેય લાંચિયા ઇન્સ્પેકટરોને કારમાંથી મળી આવેલ ૬.૫૧ લાખ રોકડ રકમ અંગે એસીબીએ ખુલાસો કરવાનું જણાવતા યોગ્ય ખુલાસો કરી ન શકતા અને તેમના સ્માર્ટફોનની વોટ્સઅપ ચેટમાં પણ શંકાસ્પદ જણાતા અને તેમજ શામળાજી સેલટેક્ષ પોઈન્ટ પર ફરજ બજાવતા સેલટેક્ષ ઓફિસરને દંડની રોકડ રકમ લેવાની કોઈ સત્તા ન હોવાની સાથે દંડની રકમ વાહનચાલકોએ ઓનલાઈન ભરવાની થતી હોવાથી સેલટેક્ષ ઇન્સ્પેકટર મહેન્દ્રભાઈ એમ.પ્રજાપતિ,વિશ્વાનંદ કે.જાદવ,હાર્દિક ડી.લાંબા અને રોહિત જી.ત્રિવેદીએ તેમની સરકારી ફરજ દરમિયાન તેમના હોદ્દાનો દુરુપયોગ કરી ગુન્હાહિત ગેરવર્તુણક કરી એકબીજાના મેળાપણામાં રહી ભ્રષ્ટાચાર આચરીને ૬.૫૧ લાખ રૂપિયા તેમની સાથે રાખતા બિનહિસાબી રકમનો યોગ્ય ખુલાસો ન કરી શકતા તમામ ચારેય સેલટેક્ષ ઇન્સ્પેકટર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ (સુધારા અધિનિયમ-૨૦૧૮)ની કલમ-૭,૧૨,૧૩(૧) (એ) તથા ૧૩(૨) મુજબ ગુન્હો નોંધવા તજવીજ હાથધરી હતી ચારેય લાંચિયા ઇન્સ્પેક્ટરો સામે અરવલ્લી એસીબીએ ભ્રષ્ટાચારનો ગુન્હો નોંધતા લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે